કામ શોધવા ગઈ ત્યારે કોલ્ડ ડ્રિંક્સમાં નશો ભેળવી મારી સાથે ગંદા વીડિયો ઉતાર્યા: મિસ ઈન્ડિયા યુનિવર્સનો આરોપ

એનબાદ, રાજકુંદ્રાના પોર્નોગ્રાફી કેસના તાર ઝારખંડના એનબાદ સુધી ફેલાઈ ગયા છે. પોર્ન વિડિયો કેસમાં ધનબાદની રહેવાસી મિસ ઈંડિયા યુનિવર્સ પરી પાસવાને મુંબઈની એક પ્રોડ્કશન કંપની પર ગંભીર આરોપ લગાવ્યો છે. પરીનો આરોપ છે કે, પ્રોડક્શન કંપનીએ તેની સાથે પણ ગંદુ કામ કર્યુ છે. જાે કે પરીને આ કંપની કોની છે, તેની જાણકારી નથી.
મિસ ઈંડિયા યુનિવર્સ રહી ચુકેલી પરીએ કહ્યુ કે, તે એક મોડલ છે અને મોડલ હોવાના નાતે તે મુંબઈમાં કામ શોધી રહી હતી. આ દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. પરીએ કહ્યુ કે, હું કામ શોધવા માટે મુંબઈ ગઈ હતી. આ દરમિયાન મારા કોલ્ડ ડ્રિંકમાં નશો ભેળવીને મને પિવડાવી મારો પોર્ન વીડિયો બનાવામાં આવ્યો, જ્યારે મને આ વાતની જાણ થઈ તો મુંબઈ પોલીસમાં જઈને ફરિયાદ કરી, મુંબઈ પોલીસમાં આ કેસ ચાલી રહ્યો છે.
હકીકતમાં જાેઈએ તો, પરીની ફરિયાદના આધારે ધનબાદના કતરાસ પોલીસ સ્ટેશનમાં કેસ સંખ્યા ૨૦૫/૨૧માં તેના પતિ નીરજ પાસવાનની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. તેના પર દહેજ પ્રતાડના અને આરોપ પતિ ઉપરાંત જેઠ ચંદન અને સાસુ આશા દેવી પર લગાવ્યો છે.ઝારખંડના ગુમલાની રહેવાસી મોડલ પરીએ ૨૦૧૯માં મિસ ઈંડિયા યુનિવર્સનો ખિતાબ જીતિયો હતો. કતરાસ નિવાસી નીરજ પાસવાન સાથે તેના લગ્ન થયા. હાલમાં દહેજના કેસમાં તેનો પતિ જેલમાં છે.HS