Western Times News

Gujarati News

શું તમે વિજયા ડાઇગ્નોસ્ટિક સેન્ટરનો IPO ભરવા માંગો છો, તો આ વાંચો

1)      ઇશ્યૂ: આઇપીઓમાં વિક્રેતા શેરધારકો દ્વારા 35,688,064 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 522થી રૂ. 531 હશે (“ઇક્વિટી શેર્સ”).

2)      સૌથી મોટી સંકલિત ડાઇગ્નોસ્ટિક કંપની: કંપની સૌથી મોટી સંકલિત ડાઇગ્નોસ્ટિક ચેઇન છે, જે દક્ષિણ ભારતમાં કાર્યકારી આવકની દ્રષ્ટિએ રેડિયોલોજી સેવાઓ સાથે પેથોલોજીનો સમન્વય ધરાવે છે. આ નાણાકીય વર્ષ 2020માં આવકની દ્રષ્ટિએ સૌથી વધુ ઝડપથી વિકસતી ડાઇગ્નોસ્ટિક ચેઇન પૈકીની એક પણ છે (સ્તોત્રઃ ક્રિસિલ રિપોર્ટ).

3)      વિસ્તૃત સેવાઓ: કંપની 30 જૂન, 2021 સુધી અંદાજે 740 રુટિન અને 870 સ્પેશ્યલાઇઝ પેથોલોજી ટેસ્ટ તથા અંદાજે 220 મૂળભૂત અને 320 અદ્યતન રેડિયોલોજી ટેસ્ટની રેન્જ પૂરી પાડે છે, જે સ્પેશિયાલ્ટીઝ અને વિવિધ શાખાઓની રેન્જને આવરી લે છે.

4)      કામગીરીનું સઘન નેટવર્ક: કંપની તેલંગાણા અને આંધ્રપ્રદેશ તથા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને કોલકાતામાં 30 જૂન, 2021 સુધી 13 શહેરો અને નગરોમાં 81 ડાઇગ્નોસ્ટિક સેન્ટર્સ અને 11 કો-લોકેટેડ રેફરન્સ લેબોરેટરીઝનું કામગીરીનું સઘન નેટવર્ક ધરાવતી હતી.

5)      વૃદ્ધિની વ્યૂહરચના:

·         પહોંચ વધારવી અને ગ્રાહકની સંખ્યા વધારવી: એના મુખ્ય બજારોમાં કુલ પોઝિશન મજબૂત કરવા એની પહોંચ વધારવી અને ગ્રાહકની સંખ્યા વધારવી, આ યોજનામાં સામેલ છે –

o  વધારાના નિદાન કેન્દ્રો ખોલીને સર્વિસ નેટવર્કનું વિસ્તરણ કરવું;

o  વધારે અદ્યતન ટેકનોલોજીઓ ઉમેરીને એની પ્રયોગશાળા અને ટેસ્ટ મેનુ ઉમેરવું;

o  વધારાની સેવાઓનો પોર્ટફોલિયો ઓફર કરીને વ્યક્તિગત ગ્રાહકોમાંથી એનો વ્યવસાય વધારવો;

o  મેડિકલ જાગૃતિ પહેલો અને મેડિકલ પ્રેક્ટિશનર્સ સાથે બેઠકો દ્વારા ફિઝિશિયન જોડાણ; અને

o  નિવારણાત્મક અને વેલનેસ ઓફર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું.

·         નેટવર્કનું વિસ્તરણ: કંપની હાલના કેચમેન્ટ વિસ્તારોમાં સ્પોક એન્ડ હબ કેન્દ્રો સ્થાપિત કરીને એના નેટવર્કનું વિસ્તરણ કરવા ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં રેફરન્સ લેબોરેટરીઓ ઉમેરશે અને મુખ્ય વિસ્તારોમાં હોમ કલેક્શન સેવાઓ વધાશે.

·         ગ્રાહકકેન્દ્રિત સેવાની ઓફર પર ધ્યાન કેન્દ્રિત: કંપની વધારાની નિવારણાત્મક અને વેલનેસ સેવાઓ ઓફર કરવાનો, અદ્યતન ડાઇગ્નોસ્ટિક ટેસ્ટિંગ ટેકનોલોજી અપનાવવાની અને એના ગ્રાહકોને કસ્ટમાઇઝ પેકેજ આપવાનો આશય ધરાવે છે

6)      વિસ્તરણ યોજના: તેલંગાણા અને આંધ્રપ્રદેશના નજીકના રાજ્યો તથા પૂર્વ ભારત, ખાસ કરીને કોલકાતામાં મુખ્ય શહેરો અને નગરોમાં એની કામગીરીનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

7)       પસંદગીનું એક્વિઝિશન: કંપની લગોલગ બજારોમાં મજબૂત વિન્ટેજ અને બજાર પોઝિશન ધરાવતા બ્રાન્ડ્સના એક્વિઝિશન/વ્યૂહાત્મક જોડાણ સાથે એની ઓર્ગેનિક વૃદ્ધિમાં પૂરક બનવાની યોજના ધરાવે છે.

8)      બ્રાન્ડનો ઊંચો રિકોલ: કંપની વ્યક્તિગત ગ્રાહકનો બિઝનેસ હિસ્સો અને ગ્રાહકના જોડાણથી બ્રાન્ડનો ઊંચો રિકોલ ધરાવે છે. કંપની કન્ઝ્યુમર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સંયુક્તપણે બ્રાન્ડ એની ગુણવત્તાયુક્ત નિદાન સેવાઓ માટે જાણીતી છે, જેના પરિણામે એના મુખ્ય વિસ્તારોમાં બ્રાન્ડનો ઊંચો રિકોલ ધરાવે છે અને અમને વોક-ઇન ગ્રાહકોની ઊંચી સંખ્યા ધરાવે છે.

9)      મજબૂત ટેકનિકલ ક્ષમતાઓ: કંપની મજબૂત ટેકનિકલ ક્ષમતાઓ, ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધા અને અદ્યતન મેડિકલ ટેકનોલોજી તેમજ મજબૂત આઇટી માળખું ધરાવે છે

·         ડાઇગ્નોસ્ટિક કેન્દ્રની કામગીરીઓ ફ્રન્ટ-એન્ડ સેન્ટ્રલાઇઝ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્લેટફોર્મ દ્રારા સપોર્ટેડ છે,

*         30 જૂન, 2021 સુધીમાં કંપનીની રેડિયોલોજી ટેસ્ટિંગ કામગીરીઓ રેડિયોલોજી ઉપકરણ દ્વારા સપોર્ટેડ છે, જેમાં 15 સીટી મશીનો, 18 એમઆરઆઇ મશીનો અને પાંચ પીઇટી સીટી/ગેમા મશીનો સામેલ છે, તથા તમામ ડાઇગ્નોસ્ટિક સેન્ટરમાં 105 રેડિયોલોજિસ્ટની ટીમ સામેલ છે.

10)   ઉદ્યોગની વૃદ્ધિની મજબૂત સંભવિતતાઃ ક્રિસિલના રિપોર્ટ મુજબ, ભારતીય ડાઇગ્નોસ્ટિક્સ બજાર 13થી 13 ટકાના સીએજીઆર પર વધીને નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં રૂ. 920 અબજથી રૂ. 980 અબજ થવાની ધારણા છે, જે નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 710 અબજથી રૂ. 730 અબજ હતું.

·         કંપની નોંધપાત્ર હાજરી ધરાવે એ રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ડાઇગ્નોસ્ટિક્સ બજાર અત્યારે રૂ. 120 અબજનું છે, જે નાણાકીય વર્ષ 2022-23માં વધીને રૂ. 130 અબજનું થઈ જવાની ધારણા છે.

·         ભારતીય ડાઇગ્નોસ્ટિક્સ બજારના મુખ્ય પ્રેરકબળમાં (1) સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને વપરાશક્ષમ આવકમાં વધારો, (2) વ્યક્તિઓને ગુણવત્તાયુક્ત સારવાર સાથે શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓ માટે માગમાં વધારા અને (3) નિવારણાત્મક અને વેલનેસ પર ખર્ચમાં વધારો સામેલ છે.

11)   મજબૂત નાણાકીય કામગીરી: 30 જૂન, 2021ના રોજ કંપનીની કુલ આવક રૂ. 125.97 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2020-21 માટે કંપનીની કુલ આવક રૂ. 388.59 કરોડ હતી.

·        નાણાકીય વર્ષ 2020-21માં કંપનીની ઓપીબીડીઆઇટી માર્જિન અન્ય મોટી ડાઇગ્નોસ્ટિક કંપની વચ્ચે બીજું સ્થાન ધરાવતું હતું

·        નાણાકીય વર્ષ 2020-21 માટે ગ્રાહકદીઠ સરેરાશ ટેસ્ટ 2.8, ગ્રાહકદીઠ કાર્યકારી આવક રૂ. 1,214 હતી અને ગ્રાહકદીઠ ઓપીબીડીઆઇટી રૂ. 475 હતી, જે ક્રિસિલના રિપોર્ટ મુજબ, લિસ્ટિંડ હરીફ કંપનીઓની સરખામણીમાં ઊંચી હતી.

·        નાણાકીય વર્ષ 2020-21 માટે કંપનીના આરઓએનડબલ્યુ 23.64 ટકા અને આરઓસીઇ (પ્રી કેશ) 42 ટકા હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.