Western Times News

Gujarati News

૫૦ હજારની રોકડી કરતા PI અને PSI રંગેહાથ ઝડપાયા

તાપી, સતત પોલીસ વિભાગ દ્વારા લોકોને પૈસા લઈને તેમને પાસે લાંચની માંગણી કરતા હોવાની ફરિયાદો આવી રહી છે ત્યારે સુરત એ.સી.બી સુરત નજીક આવેલા તાપી જિલ્લાના વ્યારા ખાતે પોલીસ અધીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પ્રતીક અમીર કરીને પીઆઇ અને તેમની સાથે પ્રવિણકુમાર મકવાણા નામના પીએસઆઇને ૫૦ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા. વાલોડ જિલ્લામાં જમીન મેટરમાં ભાઈ બહેનના ઝગડામાં પર કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવા માટે ૫૦,૦૦૦ની લાંચ માંગી હતી.

જાે કે ફરિયાદીએ આ મામલે એસીબીમાં ફરિયાદ કરતા પોલીસે લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા. છેલ્લા લાંબા સમયથી સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓ લોકોના કામ કરવા માટે લાંચ માંગતા હોય છે, જેને લઇને ગુજરાત એસટી વિભાગ દ્વારા સતત આવા કર્મચારીઓને પકડી પાડવા માટેની ડ્રાઈવ કરવામાં આવતી હોય છે.

ત્યારે આજરોજ સુરત નજીક આવેલા તાપી જિલ્લાના પોલીસ અધીક્ષકની કચેરીમાં તરીકે ફરજ બજાવતા પ્રતિક એમ અમીન રીડર શાખામાં હતા ત્યારે તેમની સાથે પ્રવિણકુમાર મકવાણા જ સરકાર પોલીસ ઇન્સ્પેક્ટર વ્યારા ખાતે ફરજ બજાવતા હતા, ત્યારે જમીન મેટર બાબતે ભાઈ-બહેનને તકરાર ચાલતી હતી, તેમાં ફરિયાદી, ફરીયાદીના ઓળખીતા બહેને આ કામના ફરીયાદીને મદદ કરવા કહેલ, જેથી આ કામના ફરીયાદીએ તેઓના વકીલ મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરાવેલી જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપેલ હતો.

ઉપરોક્ત જણાવેલ પીટીશન નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીગ હોવાથી અને ગુનાની તપાસ પીએસઆઇ પ્રવીણ મકવાણા આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં ગુના સંબંધે રિપોર્ટ અને અભિપ્રાય મોકલવા માટે પી.આઇ.ઓ.ની કંપની દ્વારા એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, ત્યારે આજે ફરિયાદીએ પ્રથમ ૫૦ હજાર અને એક અઠવાડિયા પછી પચાસ હજાર આપવાનું નક્કી કરીને આ મામલે સુરત એસીબીમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે આજરોજ ૫૦૦૦૦ બેઠા સમયે પી.આઇ અને પીએસઆઇ છટકામાં આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. જાે કે તાત્કાલિક એસીબીએ આ બંને અધિકારીઓની ધરપકડ કરી તેમના વિરોધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.