Western Times News

Gujarati News

કોણ છે મદ્રાસ કાફેની એકટ્રેસ લીના પોલ, જેની ૨૦૦ કરોડની ખંડણી કેસમાં ધરપકડ કરાઈ

નવી દિલ્હી, ઈડી દ્વારા પૂછપરછ કરાયાના બે સપ્તાહ બાદ દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સિસ વિંગ દ્વારા એક્ટ્રેસ લીના મારિયા પોલની ૨૦૦ કરોડની ખંડણી ઉઘરાવવાના કેસમાં ધરપકડ કરાઈ છે. લીના ૨૦૧૩માં આવેલી ફિલ્મ મદ્રાસ કાફેમાં કામ કરી ચૂકી છે. Who is ‘#MadrasCafe’ actress #LeenaPaul, held in Rs 200 cr extortion case?

તેના બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખર દ્વારા થોડા સમય પહેલા એક પ્રતિષ્ઠિત વેપારીના પરિવાર પાસેથી ૨૦૦ કરોડ રુપિયા પડાવાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર કાંડને તેણે દિલ્હીની તિહાર જેલમાં બેઠા-બેઠા જ અંજામ આપ્યો હતો.

થોડા સમય પહેલા જ આ મામલે સુકેશ અને સાત અન્ય લોકોની ધરપકડ કરાઈ હતી, જેમાં એક બેંક મેનેજરનો પણ સમાવેશ થાય છે. સુરેશ વિરુદ્ધ પોલીસે મકોકા લગાવ્યો છે, જ્યારે લીના સહિતના લોકોને સહઆરોપી બનાવવામાં આવ્યાં છે. ૧૦ ઓગસ્ટના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા આ સનસનીખેજ કાંડનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં આજ સુધી ૨૦૦ કરોડ રુપિયાની ખંડણી વસૂલાઈ હોય તેવો કોઈ કેસ નથી બન્યો. તેમાંય આ કેસમાં તો આરોપીએ જેલમાં બેઠા-બેઠા જ આખાય કાંડને અંજામ આપ્યો હતો. પોલીસ ઉપરાંત ઈડીએ પણ આ કેસમાં તપાસ શરુ કરી હતી.

૨૩ ઓગસ્ટના રોજ ઈડીએ આ કેસમાં ૧૬ લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત કરી હતી. આ સિવાય ચેન્નૈમાં બીચ પર આવેલો એક બંગલો, ૮૨.૫ લાખ કેશ તેમજ ૨ કિલો સોનુ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.