Western Times News

Gujarati News

ચોરીના એક્ટિવા સાથે ચકલાસી પોલીસે રીઢા ચોરને ઝડપી લીધો

(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ જે મુજબ ના.પો.અધિ.સા . નડીયાદ વિભાગ નાઓની તેમજ સર્કલ પો.ઇન્સ . ડાકોર સર્કલ નાઓની સુચનાઓ મુજબ ગઇ તા .૨૨ / ૦૯ ૨૦૨૧ ના રોજ

ચકલાસી પો.સ્ટેશના | સી.પો.સબ.ઇન્સ વી.એ.શાહ તથા ચકલાસી પોલીસ સ્ટેશનના ફાટના માણસો સાથે વાહન ચેકીંગમાં કણજરી મુકામે હતા દરમ્યાન અ.પો.કો મનુભાઇ રમેશભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે નડીયાદ પશ્ચિમ પો.સ્ટે . માં એ પાર્ટી ગુરન ૦૫૦૧/૨૦૨૧ ઇપીકો કલમ ૩૮૧ મુજબના કામનો આરોપી મેહુલભાઇ

ઉર્ફે પોપટ રણછોડભાઇ પરમાર રહે , ભાથીજી મંદીર પાસે | ઉત્તરસંડા તા – નડીયાદ જી – ખેડા નાઓ એક ગ્રે કલરનું એક્ટીવા લઇ આણંદથી ઉત્તરસંડા અને તે ગુનામાં આજદીન સુધી નાસતો ફરે છે જેથી સદરહુ ઇસમની વોચ તપાસમાં રહી સદરહુ ઇસમ એક્ટીવા નંબર GJ 06 MC 0162 નુ લઇને આવતા તેને રોકી તપાસ હાથ ધરી હતી.

તેની પાસે એકટીવાને લગતા કાગળો માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવી સદર એકટીવા દોઢેક માસ ઉપર વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં નવા બનતા કોપ્લેક્ષની સામે આવેલ હોટલ આગળથી ચોરેલા ની કબુલાત કરેલ અને નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર માથી સ્વિફ્ટ ગાડી GJ07DC 4751 ની આશરે પોણા બે માસ ઉપર ભરતભાઇ કાલુરામ હેડા

રહે.નડીયાદ વસંતવિહાર પિપલગ ચોકડી નડીયાદ નાઓના ઘર આગળથી મુકેલી ગાડી ચોરી કરી ચોરી કરેલ ગાડી સાવલી તાલુકાના મંજુસર ગામે ગીરો મુકેલ જે સ્વીફ્ટ | ગાડી નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમા ગાડીના માલીકે જમા કરાવેલાની હકિકત જણાવેલ અને નડીયાદ પશ્ચિમ પો.સ્ટેશનના ગુનામાં તે આજદીન સુધી નાસતો ફરતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.