Western Times News

Gujarati News

ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ માટે મનપા દ્વારા રૂા.ર૩૧ કરોડના કામ મંજુર કરાયા

કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન, માટી પુરણી, પાણીની લાઈનના કામ કરવામાં આવશે: ચંદ્રભાગા ડ્રેઈન નેટવર્ક માટે રૂા.૪૬.૧૧ કરોડ ખર્ચ થશે: જલવિહાર પ્લાન્ટ પર ૩ એમએલડી નો ટર્સરી પ્લાન્ટ બનાવાશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના સરદાર પટેલ સ્ટેડીયમ વોર્ડમાં આવેલ ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમને કેન્દ્ર સરકાર દ્વારા આ ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમ અને આ વિસ્તારને ગાંધી આશ્રમના આદર્શો અને ગરિમાના મુળ તત્વોને અનુરૂપ સમગ્ર વિસ્તારને વિકસાવવાના હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધી આશ્રમ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે જેના માટે મ્યુનિ. કોર્પો.

તરફથી કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવી છે સમગ્ર પ્રોજેકટ માટે અંદાજે રૂા.૧ર૦૦ કરોડનો ખર્ચ થશે જે પૈકી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા.ર૭૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે જેમાં રૂા.ર૩૧ કરોડના કામનું આયોજન થઈ ગયું છે.

ગાંધી આશ્રમ પ્રોજેકટ અંતર્ગત આવરી લેવામાં આવેલ વિસ્તારમાં હાલમાં ટીપી ફાઈનલ થયેલ ન હોવાથી અને ટીપી રોડના એલાઈન્મેન્ટ ફાઈનલ થયેલ ન હોવાથી અને સમગ્ર વિસ્તારના લેવલમાં આશરે ૬-૭ મીટર જેટલો લેવલ ડિફરન્સ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પસાઈટ પરથી બાયો-માઈનીંગ મટિરીયલથી તાકીદના ધોરણે સોઈલ સ્ટેબેલાઈઝેશન કર્યા બાદ પુરાણની કામગીરી કરવામાં આવી રહી છે.

બાયો-માઈનીંગ મટિરિયલની ગુણવત્તા ચકાસણી અલગ તુમારે અત્યંત તાકીદે કર્યા બાદ પુરાણની કામગીરી ચાલુ કરી છે. પ્રારંભિક તબક્કામાં કામોનો અંદાજીત રૂા.ર૭૩.૦૦ કરોડ જેટલો ખર્ચ થાય તેમ છે.

કન્સલ્ટન્ટસ દ્વારા સબમીટ કરવામાં આવેલ પ્રારંભિક અંદાજીત ખર્ચની માહિતી ટી.પી. સ્કીમમાં જે તે સમયના પ્રવર્તમાન ભાવો મુજબ અંદાજીત ખર્ચ રૂા.ર૭૩.૦૦ કરોડની ગણતરી કરવામાં આવેલ છે. જે પૈકી વોટર સપ્લાય સીવર નેટવર્ક, સ્ટ્રોમ વોટર નેટવર્ક, ચંદ્રભાગા ડ્રેઈન નેટવર્ક, રોડ ડેવલપમેન્ટ વગેરે માટે રૂા.ર૩૧ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે.

ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ અંતર્ગત રૂા.રર.૮૭ કરોડના ખર્ચથી વોટર સપ્લાય નેટવર્ક નાંખવામાં આવશે જેમાં વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક અપગ્રેડેશન અંતર્ગત જરૂરીયાત મુજબ આરસીસી એન. પી-૩/૪ ડાયામીટર ૩૦૦ એમ એમ થી ૧૪૦૦ એમ એમ સુધીના ડાયામીટરની પાઈપ લેઈગ કરી તેને સંલગ્ન કામગીરી ખોદાણ, પુરાણ, વાલ્વ, વાલ્વ ચેમ્બર બનાવવામાં આવશે.

તદઉપરાંત સીવર નેટવર્ક માટે રૂા.૧૪.૧૩ કરોડ અને સ્ટ્રોમ વોટર નેટવર્ક માટે રૂા.રપ.૦૩ કરોડ ખર્ચ કરવામાં આવશે જેમાં ચંદ્રભાગા ડ્રેઈનનું ફલેપ ગેટ સાથેનું આરસીસી સ્ટ્રકચર બનાવવામાં આવશે.

આશ્રમ ડેવલોપમેન્ટ માટે પાર્કિંગ ફેસિલીટી, ફુટપાથ, સ્ટ્રીટ ફર્નિચર, થર્મો પ્લાસ્ટીક પેઈન્ટ, કેટ આઈ તેમજ નવા રોડ બનાવવા માટે રૂા.૩૮.૦૯ કરોડનો ખર્ચ થશે. જયારે સમગ્ર વિસ્તારમાં માટી પુરણી માટે રૂા.પ૧.૧૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આશ્રમ ડેવલોપમેન્ટમાં એલઈડી લાઈટ, ફીકચર્સ, કેબલ કનેકશન, અર્થીગ અને ફીડર પેનલ સાથે રૂા.ર૦.ર૮ કરોડના ખર્ચથી જીઆઈ પોલ લગાવવામાં આવશે. તદઉપરાંત રૂા.૧૩ કરોડના ખર્ચથી લેન્ડ સ્કેપીંગ સ્કુલ બિલ્ડીંગ તેમજ ટીટીપી તૈયાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.