Western Times News

Gujarati News

હાથમતી જિલ્લો અલગ બનાવી ભિલોડાને વડું મથક આપવા માંગણી

જાગૃતિ વિકાસ મંડળ,ભારત પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા અરવલ્લી જીલ્લાના કલેકટરને આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ) ભિલોડા, જાગૃતિ વિકાસ મંડળ,ભારત પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા અરવલ્લી જીલ્લાના કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

ભિલોડામાં સરકારી મેડિકલ કોલેજ,સરકારી ઈજનેર કોલેજ, કવિવર શ્રી સ્વ.ઉમાશંકર જાેષી યુનિવર્સિટી, હાથમતી જિલ્લો અલગ બનાવી ભિલોડાને વડું મથક આપવું તેમજ સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના અનેક પ્રાણ પ્રશ્નો સત્વરે હલ કરવા સંદર્ભે લેખિતમાં અનુરોધ કર્યો હતો.

દિલીપભાઈ આર. અસારી, પ્રમુખ,જાગૃતિ વિકાસ મંડળ,ભારત પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકરોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ૧૯૪૭ થી ટ્રાઈબલની ગ્રાન્ટ વણ વપરાયેલ હોય તે બીજા જિલ્લામાં અથવા અન્ય કામ માટે વપરાયેલ છે તે ગ્રાન્ટ પાછી લાવીને આ ગ્રાન્ટ માંથી ભિલોડાને સરકારી મેડિકલ કોલેજ,સરકારી ઈજનેર કોલેજ,કવિવર સ્વ ઉમાશંકર જાેષી યુનિવર્સિટી તેમજ ભિલોડા,વિજયનગર,ખેડબ્રહ્મા અને શામળાજીને અલગ તાલુકો બનાવી નવિન હાથમતી જિલ્લો બનાવવા અને વડું મથક ભિલોડા ને આપવું જાેઈએ તેમ જણાવ્યું હતું.

ભિલોડાની કોટેજ હોસ્પિટલને અપગ્રેડ કરીને સિવિલ હોસ્પિટલ બનાવવી,આરોગ્ય વિષયક સારી સગવડ મળી રહે,ખાલી જગ્યાઓમાં ભર્તી કરવી,કોરોના કાળ દરમ્યાન અનેક ગરીબ વ્યક્તિઓના સારવારના અભાવે મોત નિપજ્યા છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે તાત્કાલિક ધોરણે સિવિલના દરજ્જાે આપવામાં આવે તેમ જણાવ્યું હતું.

શામળાજીના મેશ્રવો જલાગારનું પાણી ભિલોડા તાલુકાના તળાવો ભરવા,સિંચાઈનું પાણી આપવું, હાથમતી અને ઈન્દ્રાસી જલાગારનું પાણી ભિલોડા વિસ્તારમાં સિંચાઈ માટે આપવું, ટ્રાઈબલની વિસ્તારોમાં સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પુરૂ પાડવા અનુરોધ કર્યો હતો.

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સહિત ભિલોડા, મેધરજ, વિજયનગર,ખેડબ્રહ્મા,પોશિના, ચિઠોડા,શામળાજી સહિત વિવિધ વિસ્તારોના અલગ અલગ પ્રાણ પ્રશ્રનો સત્વરે હલ કરવા સંદર્ભે લેખિતમાં અનુરોધ કર્યો હતો.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજીસ્ટર પોષ્ટ એ.ડી મારફતે નકલ રવાના કરાઈ છે. પ્રાણ પ્રશ્રનો સત્વરે હલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.