Western Times News

Gujarati News

એક વર્ષમાં ઘરેથી ભાગેલા 42 સગીર બાળકો લાવારીસ હાલતમાં રેલવે પરિસરમાં મળી આવ્યા

File Photo

અમદાવાદ ડિવિઝન પર રેલવે પ્રોટેક્શન ફોર્સનો 37 મો સ્થાપના દિવસ સપ્તાહ ઉજવવામાં આવ્યો.

રેલવે પ્રોટેક્શન ફોર્સ અમદાવાદ ડિવિઝન દ્વારા 37 મા સ્થાપના દિવસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.રેલવે પ્રોટેક્શન ફોર્સ, અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે યાત્રીઓને સલામતી-સંબંધિત માહિતી પ્રદાન કરીને જાગૃતિ અભિયાન ચલાવે છે અને રેલવે પરિસર અને ટ્રેનોમાં મહિલાઓ અને બાળકોને જરૂરી સહાયતા પૂરી પાડે છે.

રેલવે પરિસર અને આરપીએફ પોસ્ટ,બેરેકો માં સ્વચ્છતા અભિયાન ચલાવીને સફાઈ કરવી, એનજીઓ અને ચાઇલ્ડ હેલ્પલાઇનની મદદથી ગુમ થયેલ બાળકોને રેસ્ક્યુુ કરવા, પેસેન્જર ટ્રેનો અને રેલવે સ્ટેશનોમાં પેમ્ફલેટ વિતરણ કરીને યાત્રીઓને જાગૃત કરવા, ડિવિઝન સ્તરે રક્તદાન શિબિરોનું આયોજન, ક્રોસ કન્ટ્રી અને તમામ રેલવે પ્રોટેક્શન ફોર્સ પોસ્ટ્સ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રેલવે પ્રોટેક્શન ફોર્સ અમદાવાદ ડિવિઝન, પશ્ચિમ રેલવે દ્વારા વર્ષ 2021 માં ઓગસ્ટ માસ સુધી કરવામાં આવેલી ઉત્તમ કામગીરી જેવી કે રેલ અધિનિયમની (railway act ) વિવિધ કલમો હેઠળ રેલવે પરિસર અને પેસેન્જર ટ્રેનોમાં ન્યુસંસ અને અપરાધોને ધ્યાનમાં લઈ કુલ 7540 બહારના લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

અને રુ.1868200 ના દંડ સાથે સજા કરવામાં આવી હતી, રેલવે ટિકિટના કાળાબજાર (Touting) હેઠળ 118 કેસ નોંધીને કુલ 139 ટાઉટ્સને ઝડપીને તેમના કબજામાંથી રેલવે ટિકિટ (કુલ કિંમત રુ.3346426 / -) જપ્ત કરી , તેમની સામે રેલ અધિનિયમની કલમ 143 હેઠળ કાર્યવાહી કરી હતી,

રેલ સંપત્તિ ગેરકાયદેસર કબજો અધિનિયમ RP (UP) Act હેઠળ રેલવે મટિરીયલ અને બુક કન્સાઇન્મેન્ટની ચોરી (કુલ રુ.239149/-) માં સામેલ ગુનેગારો સામેની કાર્યવાહી દરમિયાન 29 કેસ નોંધાયા હતા અને 87 બહારના લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પેસેન્જર સામાનની ચોરી સંબંધિત ગુનાઓના સંબંધમાં અસરકારક કાર્યવાહી કરતાં રેલવે પ્રોટેક્શન ફોર્સના સ્ટાફ દ્વારા 16 કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા હતા અને 17 ગુનેગારોને પકડીને આગળની કાર્યવાહી માટે સંબંધિત જીઆરપી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

મહિલા અને ચાઈલ્ડ રેસ્ક્યુ હેઠળ ઘરેથી ભાગેલા 42 સગીર બાળકો, 12 મહિલાઓ અને પુરુષો (માનસિક વિકલાંગ) લાવારીસ હાલતમાં રેલવે પરિસરમાં મળી આવતા તેમના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને ઘરે પાછા મોકલવામાં આવ્યા હતા. તથા સંબંધિત ચાઇલ્ડ હેલ્પ લાઇનને સોંપવામાં આવ્યા

અને રેલવે પેસેન્જરનો સામાન જે પેસેન્જરો દ્વારા સ્ટેશન અને ટ્રેનમાં ભૂલથી રહી ગયો /છૂટી ગયો હતો તે 47 લગેજ રૂ .820510/- ની કિંમતના મળેલ તે સંબંધિત પેસેન્જરોની માહિતી પ્રાપ્ત થયા બાદ જરુરી ચકાસણી બાદ લગેજ /સામાન સંબંધિત પેસેન્જરોને પરત કરવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.