એક મસ્ત મજાની કોમેડી ફિલ્મ “યે મર્દ બેચારા”

યે મર્દ બેચારા એ એક પારિવારિક – કોમેડી છે જે પુરુષત્વ સાથે સંબંધિત (મર્દ કો દર્દ હોતા હૈ) સ્ટીરિયોટાઇપ્સને તોડવાનું પ્રયત્ન કરે છે. આ ફિલ્મમાં બહુમુખી અભિનેત્રી સીમા પાહવાની પુત્રી મનુકૃતિ પાહવા તેના બોલિવૂડના સ્વપ્નમાં પદાર્પણ કરી રહી છે અને તે તેની માતા સાથે સ્ક્રીન શેર કરશે,
રસપ્રદ એ છે કે આ ફિલ્મમાં સીમાજી મનુકૃતિના સાસુનું કિરદાર ભજવી રહી છે. મનુકૃતિની સાથે આ ફિલ્મમાં વીરાજ રાવ અને માણિક ચૌધરી પણ પ્રથમ વાર પદાર્પણ કરશે, અને તેમના સિવાય, ફિલ્મમાં પ્રતિભાશાળી કલાકારો પણ છે જેમાં બ્રિજેન્દ્ર કાલા, અતુલ શ્રીવાસ્તવ અને સપના સાન્ડનો સમાવેશ થાય છે.
પોતાની દીકરીના ડેબ્યુ વિશે વાત કરતાં સીમા પાહવાએ કહ્યું, “એક કલાકાર તરીકે, હું હંમેશા સારી ફિલ્મની ઝંખના રાખું છું, તેથી હું મારા રોલ માટે ખુશ હતી, પરંતુ એક માતા તરીકે પણ, હું ખુશ હતી કે મનુકૃતિનું પાત્ર પણ આ ફિલ્મમાં એટલું જ મજબૂત છે, અને આમ મને વિશ્વાસ છે કે તેના માટે આ એક પરફેક્ટ લોન્ચ પેડ સાબિત થશે.”
મનુકૃતિએ પણ આ ફિલ્મ વિશે પોતાના વિચારો શેર કરીને ઉમેર્યું હતું કે, “અમે ઉત્સાહી, પ્રતિભાશાળી અને ક્રિએટિવ મગજ ધરાવતું એક ટીમ છીએ અને કોન્સેપ્ટ પોતે જ કંઈક એવો અલગ છે જેના વિશે સમાજમાં વાત કરવામાં આવતી નથી. ઉપરાંત મને મારી માતાની સાથે અને એના વિરુદ્ધ અભિનય કરવાની તક મળીએ મારા માટે સૌભાગ્ય છે. તે ફિલ્મમાં મારી સાસુની ભૂમિકા ભજવી રહી છે, જેથી હું આ ફિલ્મ માટે ના કહી શકી નહીં.”
ફિલ્મના લેખક-દિગ્દર્શક અનુપ થાપાએ આ ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું, આ ફિલ્મ મારા માટે ખૂબ જ પડકારરૂપ હતી, મારી પાસે સીમા, બ્રિજેન્દ્ર, અતુલ જેવી શ્રેષ્ઠ અને સિનિયર કલાકારો હતા અને હું પ્રથમ વાર સીમાજીની પુત્રીનું દિગ્દર્શન કરી રહ્યો હતો, પરંતુ મને આનંદ છે કે અમારી પાસે એવા એક ફિલ્મ છે જે મનોરંજક અને જ્ઞાનવર્ધક ફિલ્મ છે. અમે અમારા દર્શકોને આવી વાર્તા મોટા પડદા પર અનુભવવાની રાહ જોઈ રહ્યા છીએ અને અંતે અમે અમારા પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે તૈયાર અને કટિબદ્ધ છીએ.”
યે મર્દ બેચારા એક એવી ફિલ્મ છે જે એક માણસ જે પીડામાંથી પસાર થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે અને એવા ફિલ્મ ને સિનેમાઘરોમાં રિલીઝ કરવા માટે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસથી વધુ સારો કોઈ દિવસ નથી. યે મર્દ બેચારા 19 નવેમ્બર, 2021ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.