કલામંદિર જ્વેલર્સની ૪ બ્રાન્ચમાં રર નકલી બિસ્કિટ વેચી ઠગાઈ
કોસંબા, કલામંદિર જવેલર્સની સુરત સહિતની ૪ બ્રાંચમાં ર ગઠિયાએ નકલી બિસ્કીટ વેચી અસલી સોનાના દાગીના લઈ ૧પ લાખની ઠગાઈ કરી હતી.
કોસંબાના કલામંદિરમાં ગોટુ ગુર્જર અને કિશનલાલ ગુર્જર (રહે. સેલવાસ) ૪ સોનાની બિસ્કીટ લઈને આવ્યા હતા. આ બિસ્કિટના બદલામાં સોનાના દાગીનાની ખરીદી કરી હતી. બાદમાં કલામંદિર જવેલર્સ ભરૂચ, વાપી અને સુરતની બ્રાંચમાં સોનાના બિસ્કિટ પધરાવી સોનાના દાગીના ખરીદ્યા હતાં.
બિસ્કિટની કલામંદિર જવેલર્સની સુરત ઓફિસમાં ચકાસણી થતાં નકલી હોવાનું ખુલ્યું હતું જેથી તમામ બ્રાંચને ચેતવા સુચના આપી સીસીટીવીમાં કેદ બંને ગઠિયાના ફોટા બ્રાંચ મેનેજરને આપ્યા હતા. આ બંને ગઠિયા સુરત કલામંદિરમાં ૪ બિસ્કિટ લઈને વચવા જતા ઝડપાઈ ગયા હતા. તેમણે કલામંદિરની જવેલર્સની વિવિધ બ્રાંચમાં ૧ માસમાં રરપથી રપ૦ ગ્રામની રર નકલી બિસ્કીટ વેચી હોવાની કબુલાત કરી હતી જે અન્વયે પોલીસે ફરિયાદ નોંધી છે.