Western Times News

Gujarati News

પોતાના લગ્નમાં દુલ્હને બધા સામે અશ્લીલ ડાન્સ કર્યો

નવી દિલ્હી, લગ્નની સીઝન પર હવે ભારતમાં લગામ લગાવવામાં આવી છે. કમૂર્તાની શરૂઆત પછી કોઈ શુભ કાર્ય કરી શકાતું નથી. ત્યાર પહેલાં ખૂબ લગ્ન થયા હતા અને આ લગ્નોના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. એવું નથી કે આવા રમૂજી વીડિયો ફક્ત ભારતથી જ બહાર આવે છે.

વિશ્વભરના લગ્નમાં કેટલીક ક્ષણો હોય છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. આ દિવસોમાં આ લગ્નનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ટિ્‌વટર પર વાયરલ થઈ રહ્યો છે જે ભારતનો નથી. આ વીડિયો જાેઈને તમે પણ ચોંકી જશો. વાયરલ વીડિયોમાં દુલ્હન વરરાજાની સામે ઊભી રહીને નાચી રહી હતી અને મહેમાનો બન્ને જાેઈ રહ્યા હતા. દુલ્હને ગાઉનને બદલે બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. આ દુલ્હને ઇન્ટરનેટને હચમચાવી નાખ્યું છે.

દુલ્હનની અડઘી બોડી તેના લગ્નમાં પહેરેલા ડ્રેસમાંથી દેખાતી હતી. ઘણા લોકોને દુલ્હનનો ડ્રેસ ખૂબ જ ઉશ્કેરણીજનક લાગ્યો. આ વીડિયો સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ટિ્‌વટર પર પોસ્ટ કરવામાં આવી હતી જ્યાં તેને અત્યાર સુધીમાં ૩ મિલિયનથી વધુ વખત જાેવામાં આવી છે.

આ વીડિયોમાં દુલ્હન પોતાના પતિની સામે ઊભી જાેવા મળી રહી છે જ્યારે વરરાજા સફેદ જેકેટ પહેરીને ખુરશી પર બેઠેલો જાેવા મળી રહ્યો છે. ત્યારબાદ દુલ્હને વરરાજાની આસપાસ ચક્કર લગાવ્યું અને વરરાજાના ખોળામાં બેસી ગઈ. વીડિયોમાં દુલ્હનના મિત્રોને સાઇડલાઇન પર નાચતા પણ બતાવવામાં આવ્યા હતા.

આ વીડિયો ને સૌ પ્રથમ @_1karin નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. તે પછી તે વાયરલ થયું અને પછી વીડિયો પર લોકોએ ભારે ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. એક વ્યક્તિએ લખ્યું, શું આ ખરેખર દુલ્હન છે? એક વ્યક્તિએ ટિપ્પણી કરી હતી કે તે મહિલાના ડાન્સથી પોતે શરમ અનુભવે છે. જાેકે કેટલાક લોકોએ દુલ્હનનો બચાવ કરતાં લખ્યું હતું કે, શું કોઈ પોતાના લગ્નની મજા પણ માણી શકતું નથી. એક વ્યક્તિએ લખ્યું કે જ્યારે તેના પતિને કોઈ સમસ્યા નથી, તો તમને શું તકલીફ છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.