Western Times News

Gujarati News

આખરે અનુજ કપાડિયા સાથે અનુપમાના લગ્ન

મુંબઇ, છેલ્લા ઘણા સમયથી અનુપમાના દરેક એપિસોડમાં હાઈવોલ્ટેજ ડ્રામા જાેવા મળી રહ્યો છે. અનુપમાને બાપુજી, સમર તેમજ વહુ કિંજલ તરફથી બર્થ ડેની સરપ્રાઈઝ મળી રહી છે અને હાલ તેની ઉજવણી ચાલી રહી છે.

અનુપમા તેના બર્થ ડે પર તે અનુજ કપાડિયાને પ્રેમ વરસી હોવાનો અને લગ્ન કરવા માગતી હોવાનું તમામને કહેવા માગે છે. તે જ્યારે બધાને આ સમાચાર આપવા જાય છે ત્યારે જ અચાનક કિંજલ ઢળી પડે છે.

અનુપમા તેને રૂમમાં લઈ જાય છે અને ત્યારે તે મમ્મી બનવાની હોવાનું જણાવે છે. પોતે દાદી બનવા જઈ રહી હોવાનું જાણીને અનુપમા ખુશીથી ઝૂમી ઉઠે છે. તે અનુજને જે વાત કહેવાની હતી તે પણ ભૂલી જાય છે. અનુપમા રૂમ બહાર જઈને પરિવારના બાકીના સભ્યો સામે ગરબા રમવા લાગે છે અને તેની ખુશીનું કારણ પણ બધાને જણાવે છે.

કિંજલ અને પારિતોષના ઘરે પારણું બંધાવાનું હોવાનું જાણીને બધા જ ખુશ થાય છે અને અનુપમા સાથે ગરબા રમવા લાગે છે. શું અનુપમા પોતે દાદી બનવાની હોવાની ખુશીમાં અનુજને દિલમાં જે વાત છે તે કહેવાનું ભૂલી જશે? તેવી સવાલ સીરિયલના દર્શકોના મનમાં થઈ રહ્યા હશે. પરંતુ શોના અપકમિંગ એપિસોડનો જે પ્રોમો સામે આવ્યો છે, તે તમામના દિલ ખુશ કરી દેનારો છે.

આગામી એપિસોડમાં અનુપમા ઘર બહારના બાકડા પર બેસીને રડતી જાેવા મળશે. જે બાદ અનુજ પણ ત્યાં આવશે. અપકમિંગ એપિસોડનો પ્રોમોમાં જાેઈ શકાય છે કે, અનુજ અનુપમાને કહે છે ‘દાદી બનવું તે મોટી વાત છે અને તેથી જ તો તું તારા મનની વાત ન કહી શકી કે……કે હું તમારી સાથે લગ્ન કરવા માગુ છું’.

સિંદૂર જાેઈને અનુજ કહે છે ‘હવે ન તેનાથી રાહ જાેવાઈ રહી છે, ન મારાથી’ તો અનુપમા કહે છે ‘મારાથી પણ રાહ જાેવાઈ રહી નથી. રબ હૈ તો સબ હૈ’. જે બાદ તે અનુજનો હાથ પકડે છે, અનુજ કહે છે ‘એકવાર તારો હાથ મેં પકડી લીધો હવે જીવનભર નહીં છોડું’. વીડિયોના અંતમાં અનુપમાને અનુજને ભેટીને રડતી પણ જાેઈ શકાય છે. અનુજ સાથે લગ્ન કરવાનું શું અનુપમાનું સપનું ખરેખર પૂરું થશે? કે ફરીથી અનુપમાના જીવનમાં કોઈ નવી અ઼ડચણ આવશે? તમામ સવાલના જવાબ આગામી સમયમાં મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.