Western Times News

Gujarati News

આરાધ્યાને શુદ્ધ હિન્દી બોલતી જોઈને દંગ રહી ગયા ફેન્સ

મુંબઇ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર સ્ટારકિડ્‌સ પૈકીની એક છે. બોલિવુડમાં પગ મૂકવા માટે આરાધ્યા હજી નાની છે પરંતુ તેની પોપ્યુલારિટી સહેજ પણ ઓછી નથી. થોડા દિવસ પહેલા જ આરાધ્યાનો એક વિડીયો ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

જેમાં તે દેશભક્તિના ગીત પર પર્ફોર્મન્સ આપી રહી હતી. આ વિડીયો જાેઈને લોકોને k-Pop સ્ટાર લીસાની યાદ આવી હતી. હવે આરાધ્યાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં આરાધ્યા બચ્ચન શુદ્ધ હિન્દી બોલતી જાેવા મળે છે. આરાધ્યા બચ્ચન પોતાના ક્લાસની કેપ્ટન છે અને વર્ગના બાળકો મળીને હિન્દીમાં કવિતા સંભળાવશે તેની જાહેરાત કરતી જાેવા મળે છે.

આરાધ્યા કહે છે કે, કોઈ પણ ભાષા શીખવા માટેનું સૌથી સારું માધ્યમ કવિતા છે. આરાધ્યાના હાવભાવ, બોલવાની રીત અને શુદ્ધ હિન્દી સાંભળીને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. આરાધ્યાનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ અને ટિ્‌વટર પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં આરાધ્યા અભ્યાસ કરે છે. ૨૦૨૧-૨૨માં થયેલી હિન્દી વકૃત્વ સ્પર્ધાનો આ વિડીયો હોવાનું ફેન પેજ પર લખવામાં આવ્યું છે. આરાધ્યાના ટિ્‌વટર ફેન પેજ પર વિડીયો શેર કરવામાં આવ્યો છે.

ત્યારે એક ચાહકે લખ્યું, ‘વારસો આગળ વધી રહ્યો છે. આ ટિ્‌વટ પર અભિષેક બચ્ચને બે હાથ જાેડતાં ઈમોજી દ્વારા પ્રતિક્રિયા આપીને આભાર માન્યો છે. કેટલાક લોકોએ આરાધ્યાના હિન્દીની તુલના તેના દાદા અમિતાભ બચ્ચન અને પરદાદા હરિવંશ રાય બચ્ચન સાથે કરી છે. હરિવંશ રાય જાણીતા કવિ અને અમિતાભ બચ્ચનના પિતા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.