કિયારા અડવાણીએ હાઈ સ્લિટ ગાઉનમાં વધાર્યો પારો

મુંબઇ, કિયારા અડવાણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની શાનદાર એક્ટ્રેસેસમાં સામેલ છે. દરેક ફિલ્મમાં તેની એક્ટિંગને ખુબ જ પસંદ કરવામાં આવે છે. ફેશનના મામલે પણ કિયારા કોઈ એક્ટ્રેસથી પાછળ નથી. કિયારાએ તેની લેટેસ્ટ ફોટો પોસ્ટ કરી જેમાં તેનો કિલર લુક જાેઈ લોકોની નજર તેના પરથી હટી રહી નથી.
કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવી તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. તેણે પીળા કલરનો થાઈ હાઈ સ્ટિલ ડ્રેસ પહેર્યો છે. તેના આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
કિયારાએ આ ડ્રેસમાં કેમેરા સામે હોટ પોઝ આપ્યા જે જાેયા બાદ ફેન્સની હાર્ટબીટ વધી ગઈ છે. એક્ટ્રેસે ડ્રેસના હિસાબથી તેના લુકનું ધ્યાન રાખ્યું છે. તેણે પોનીટેલ સ્ટાઈલમાં વાળ બાંધ્યા છે. તમને જણાવી દઇએ કે એક એવોર્ડ શો માટે કિયારાએ આ લુક કેરી કર્યો હતો, જેમાં તેને જાેઇને બધાની આંખો થંભી ગઈ હતી.SSS