Western Times News

Gujarati News

લૂંટ થયાની વાત ઉપજાવી કાઢી 2.69 લાખ છુપાવી દેનાર ઝડપાયો

સાવરકુંડલા ટાઉન પોલીસમાં એક વ્યક્તિ દ્વારા તેમના કર્મચારી પાસેથી રૂ. ર.૬૯ લાખ લૂંટી લીધાની ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા હકીકત કંઇક અલગ જ ખુલી હતી. જેમાં ફરિયાદી ભરતભાઇ જાષીએ જણાવ્યા પ્રમાણે તેમના કર્મચારી વિશાલ રાઠોડ પાસેથી અજાણ્યા શખ્સે રૂ. ર.૬૯ લાખની લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો.

જાકે, પોલીસે તપાસ કરતા ખુલ્યું હતું કે, વિશાલ રાઠોડ ખુદ જ આરોપી છે. પોલીસે પૂછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે, પોતાને આર્થીક તંગી હોય અને લાલચ જાગતા ટ્રસ્ટની માલીકીની આ રકમ પોતે છૂપાવી દઇ ટ્રસ્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે. પોલીસે તેની અટકાયત કરી રકમ કબજે કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.