Western Times News

Gujarati News

પિતરાઈ ભાઈઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં એકે ગાળો ભાંડી માર માર્યો

રાજુલાના ભેરાઇ ગામે કૌટુંબિક ભાઇઓ વચ્ચે તકરાર

રાજુલા તાલુકાના ભેરાઇ ગામે સામાન્ય બાબતમાં કૌટુંબિક ભાઇઓ વચ્ચે તકરાર થતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અંગેની મરીન પીપાવાવ પોલીસમાં ભેરાઇ ગામે રહેતા ચિથરભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રેમજીભાઇ વાલજીભાઇ ચૌહાણ તેમના કૌટુંબિક ભાઇ થતા હોય,

પ્રેમજીભાઇએ અગાઉ તેમને મશીન વાપરવા માટે આપ્યું હતું અને તે મશીન તેઓ તેમની પાસેથી લઇ ગયા હતા. બાદમાં ચિથરભાઇએ તેમને, મશીન સાથે મારી વાડીમાં વધારાનો સામાન પણ તમારી સાથે આવેલ છે, તેવું કહેતા તેઓ ઉશ્કેરાયા હતા

અને ગાળો ભાંડી પેટના ભાગે પાટુ મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. ચિથરભાઇની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.