Western Times News

Gujarati News

બાદશાહએ ડાન્સ માટે નોરા ફતેહીને માર્યો ટોણો

મુંબઈ, નોરા ફતેહી અદ્દભુત ડાન્સ છે અને તેના દરેક હૂક સ્ટેપ્સ હંમેશા ફેન્સને પસંદ આવે છે. જાે કે, હાલમાં રૅપર બાદશાહે તેના ડાન્સ સ્ટેપ્સની મજાક ઉડાવી હતી અને તેમાંથી એકની સરખામણી જમીન પર બેસીને પોતા મારવા સાથે કરી હતી.

જાે કે, નોરા ફતેહી પણ શાંતિથી બેઠી નહોતી અને વળતો જવાબ આપીને બોલતી બંધ કરી હતી. વાત એમ છે કે, હાલ તે નીતૂ કપૂર અને મર્ઝી પેસ્તોનજી સાથે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયર્સ જજ કરી રહી છે. જેના અપકમિંગ એપિસોડમાં બાદશાહ મહેમાન બનવાનો છે. શોના મેકર્સે અપકમિંગ શોનો પ્રોમો રિલીઝ કર્યો છે.

વીડિયોમાં બાદશાહ કહી રહ્યો છે કે, મારું માનવું છું કે, જમીન પર બેસીને પોતા મારવાને હૂક સ્ટેપ ન કહી શકાય’, તો મર્ઝી કહે છે ‘ભગવાન આવું કોઈને ન સાંભળવા દે’, ત્યારે નોરા ફતેહી કહે છે ‘કોઈ વાંધો નહીં. આજે આ સ્ટેજ પર હું એક ચેલેન્જ લઈને આવી છું.

કારણ કે, મારા બધા હૂક સ્ટેપ્સ એટલા સરળ છે તો તારે આજે કરવાના છે’. જે બાદ નોરા ફતેહી બાદશાહ અને મર્ઝી પેસ્તોનજીને સ્ટેજ પર લઈ જાય છે, જ્યાં તેઓ બેલી ડાન્સ કરે છે પરંતુ તેમને ડાન્સ કરવામાં પરસેવો વળી જાય છે. જે બાદ નોરા તેમની પાસે ‘સાકી…સાકી’ સોન્ગ પર પણ ડાન્સ કરાવે છે તેમાં પણ તેઓ નિષ્ફળ રહે છે, અંતમાં ‘ગરમી’નો હૂક સ્ટેપ કરે છે.

બાદશાહ ત્યારે કહે છે ‘મારાથી નહીં થાય, મારે ઘરે જવું છે’, તો નીતૂ કપૂરે કહ્યું કે ‘બાદશાહને તેના બોલવા પર પસ્તાવો થતો હશે’. જણાવી દઈએ કે.

બાદશાહે જે વાત કહી તે મજાકમાં કહી હતી. જણાવી દઈએ કે, નોરા ફતેહીએ જેટલા પણ સોન્ગમાં પર્ફોર્મ કર્યુ છે, તે બધા સુપરહિટ રહ્યા છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે, જે ફેન્સને પસંદ આવે છે. નોરા ફતેહી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તે સ્ટ્રીટ ડાન્સર અને ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં કામ કરી ચૂકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.