Western Times News

Gujarati News

રાજનાથસિંહને રાષ્ટ્રપતિ બનવા માટે મોદીની પહેલી પસંદ

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઇના રોજ પૂરો થઇ રહ્યો છે તેથી ભાજપ આવતા મહિને ઉમેદવારની પસંદગી કરી દેશે. રાષ્ટ્રપતિપદની રેસમાં વેંકૈયા નાયડુ અને રાજનાથ સિંહ એ બે દિગ્ગજ રેસમાં હતા. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજનાથનું પલ્લું નમી રહ્યું છે.

મોદીએ આદિવાસી ઉમેદવારને મેદાનમાં ઉતારવા પણ વિચારણા કરી છે. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, જુઅલ ઓરામ, ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ તથા છત્તીસગઢનાં રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે વગેરે નામોની ચર્ચા ચાલી રહી છે પણ અંતે રાજનાથ પર કળશ ઢોળાશે એવું લાગે છે. રાજનાથ ૨૦૧૪ની ચૂંટણી પહેલાંથી સતત મોદી સાથે રહ્યા છે તેથી મોદી તેનો બદલો વાળવા માગે છે.HS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.