Western Times News

Gujarati News

કુતુબ મિનારનું ખોદકામ કરવાનો કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી: કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી

નવીદિલ્હી, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જીકે રેડ્ડીએ તમામ અફવાઓને ફગાવી દીધી હતી કે કુતુબ મિનાર સંકુલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ખોદવામાં આવશે. રેડ્ડીએ કહ્યું, “આવો કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.” કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દિલ્હીના મહેરૌલી સ્થિત કુતુબ મિનાર પરિસરમાં ૨૭ હિન્દુ અને જૈન મંદિરોના પુનઃસ્થાપન માટે અપીલ દાખલ કરવામાં આવી છે.

મે માસના બીજા સપ્તાહમાં વિવાદ વધી ગયો જ્યારે દક્ષિણ દિલ્હીમાં કુતુબ મિનાર સંકુલની બહાર દક્ષિણપંથી જૂથના સભ્યોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને સ્મારકનું નામ બદલીને ‘વિષ્ણુ સ્તંભ’ રાખવાની માગણી સાથે વિરોધ કર્યો.

આ પછી પોલીસે ૪૪ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા હતા. યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ભગવાન ગોયલે દાવો કર્યો હતો કે કુતુબ મિનાર એ ‘મહાન રાજા વિક્રમાદિત્ય’ દ્વારા બાંધવામાં આવેલ ‘વિષ્ણુ સ્તંભ’ છે.

તેમણે કહ્યું હતું, ‘પરંતુ બાદમાં કુતુબુદ્દીન એબકે તેનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો. સંકુલમાં ૨૭ મંદિરો હતા અને તેઓને ઐબકે નષ્ટ કર્યા હતા. આ બધાના પુરાવા એટલા માટે ઉપલબ્ધ છે કારણ કે લોકો કુતુબ મિનાર સંકુલમાં રાખવામાં આવેલી હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ જાેઈ શકે છે. અમારી માંગ છે કે કુતુબમિનારને વિષ્ણુ સ્તંભ નામ આપવું જાેઈએ.

પ્રદર્શનકારીઓએ અહીં ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તેમના હાથમાં પ્લેકાર્ડ પણ હતા, જેના પર કુતુબ મિનારને વિષ્ણુ સ્તંભ તરીકે નામ આપવાની માંગ કરવામાં આવી હતી. ગોયલે દાવો કર્યો હતો કે મૂર્તિઓ પરિસરમાં વિવિધ સ્થળોએ રાખવામાં આવી છે. તેમણે માગણી કરી હતી કે તે મૂર્તિઓને એક જગ્યાએ રાખવામાં આવે અને ‘અમને ત્યાં પૂજા કરવાનો અધિકાર મળવો જાેઈએ’.HS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.