રિક્ષા-બાઇકની ટક્કરમાં યુવાનનું મોત નિપજ્યું
સુરેન્દ્રનગર, રાજ્યમાં દરરોજ અકસ્મતાના અનેક બનાવો બનતા રહે છે. ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં થયેલા અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે.
The young man was killed in a rickshaw-bike collision
આ અકસ્માત રિક્ષા અને બાઇક વચ્ચે થયો હતો. રિક્ષા અને બાઇકની ટક્કર એટલી જાેરદાર હતી કે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવમાં રિક્ષા ચાલક અને અન્ય લોકો ઘાયલ થયા છે. તમામને સારવાર માટે શિહોરી ખસેડાયા છે. મળતી માહિતી પ્રમાણે આ બનાવ શિહોરી-પાટણ હાઇવે પર બન્યો હતો. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામ નજીક આ અકસ્માત થયો હતો.
જેમાં રિક્ષા અને બાઇકની જાેરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ બનાવમાં રિક્ષા ચાલક અને અન્ય લોકોને ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે શિહોરી ખસેડાયા છે. સ્થાનિક લોકોએ ૧૦૮ની મદદથી તમામ લોકોને સારવાર માટે ખસેડ્યા હતા.
સુરેન્દ્રનગર દુધની ડેરી પાછળ આવેલા મફતીયાપરામાં રહેતા એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે રૂપિયા ૫૦ હજારની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જે અંગે સમાધાન કરવા ગયેલા પરિવાર પર સામેના પરિવારજનોના પાંચથી વધુ સભ્યો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ.
જ્યારે ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. અમદાવાદમાં મહિલાઓની સાથે નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી તેવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
૩૪ વર્ષીય યુવકે બાળકીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને ઘરમાં બોલાવી હતી અને શારીરિક ચેનચાળા કરતા બાળકીના માતા જાેઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
અરવલ્લીના મેઘરજની કોલેજિયન યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. યુવતીની હત્યા કરનાર બીજુ કોઇ નહીં પણ ઘટનાને નજરે જાેનારનો ઢોંગ કરનાર જ હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ પોલીસ અને પરિવારને ઘટનાની ખોટી માહિતી આપી છેતર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
૧૯ વર્ષનો કિરણ ભગોરાને પોલીસે ઝડપી પાડ્યો છે. જેણે બેડઝ ડુંગર પર યુવતીની હત્યા કરી લાશને લટકાવી દીધી હતી. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાનું ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે.SS1MS