Western Times News

Gujarati News

ભરૂચના ભઠીયારવાડ વિસ્તારમાં ગૌમાંસ વેચતા ૬ ઝડપાયા

3 caught selling beef in Bhatiyarwad area of Bharuch

૮૬૦ કિલો ગૌમાંસનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરના ભઠીયારવાડ કસાઈ વાડમાં ગેરકાયદેસર ગૌવંશની કતલ કરી વેચાણ કરતા કસાઈઓનો પર્દાફાશ કરી પોલીસે વિપુલ પ્રમાણમાં ગૌમાંસનો જથ્થો કબ્જે કરી ૬ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 3 caught selling beef in Bhatiyarwad area of Bharuch

ભરૂચ શહેરના ભઠીયારવાડ કસાઈ વાડમાં કેટલાક કસાઈ ઓ ગૌ માસનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે વિસ્તારમાં નાસ ભાગ મચી જવા પામી હતી.પોલીસે ભઠીયારવાડમાં રહેતા કસાઈ સાદ્દીક કુરેશી પાસેથી ૪૦ કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું.

જયારે ઉવેશ ઉસ્માન કુરેશી પાસેથી ૯૦ કિલો,અનવર હુસેન ઈ બ્રાહિમ કુરેશી પાસેથી ૧૦ કિલો, ઈ મરાન નાઝીમ કુરેશી પાસેથી ૯૦ કિલો અને અલ્લારખાં નુરમહંમદ કુરેશી પાસેથી ૮૦ કિલો તેમજ રજા મસ્જિદ પાસે જાહેરમાં કેરેટમાંથી બિનવારસી ૨૦ કિલો, મુર્તુઝ કુરેશી પાસેથી ૫૩૦ મળી કુલ ૮૬૦ કિલો ગૌમાંસનો જથ્થો કબ્જે કરી તેના સેમ્પલ લઈ એફ.એસ.એલમાં મોકલ્યા હતા.

જેમાં આ તમામ જથ્થો ગૌમાંસ હોવાનો અભિપ્રાય આવતા બી ડિવિઝન પોલીસે ૬ કસાઈ ઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.