Western Times News

Gujarati News

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણને ૮૬ વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરાઈ

Ankleshwar Primary School Piraman was celebrated grandly on completion of 3 years

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ૨૨/૦૬/૨૦૨૨ના રોજ અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળાએ ૮૬ વર્ષ પૂર્ણ કરી ૮૭ માં વર્ષમા પ્રવેશ કરી રહી છે.ત્યારે શાળાના સ્ટાફગણ, એસએમસી સભ્યો તથા ગામના સહકારથી પ્રાથમિક શાળા પીરામણના જન્મદિનની રંગેચંગે ઉજવણી કરવામા આવી હતી.  Ankleshwar Primary School Piraman was celebrated grandly on completion of 3 years

આ પ્રસંગે પ્રાથમિક શાળામા અભ્યાસ કરેલ ૮૦ વર્ષના વયોવૃધ્ધ વડીલ દ્વારા કેક કાપવામાં આવી હતી.તો શાળામા અભ્યાસ કરેલ અને હાલ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મંચસ્થ મહેમાનો દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.શાળાના એનઆરઆઈ સ્ટુડન્ટ સલીમભાઈનુ પણ સન્માન કરવામા આવ્યુ હતું.તો વેળા શાળાના બાળકોને ચોકલેટ વિતરણ કરવામા આવી હતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો રજૂ કર્યા હતા.

પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ વયોવૃધ્ધ વડીલ દ્વારા પ્રેરક ઉદ્‌ઘાટન કરવામા આવ્યુ હતું.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ભરૂચની શ્રેષ્ઠ શાળા પૈકીની એક શ્રેષ્ઠ શાળા તેમના વક્તવ્યમાં જણાવવામાં આવ્યુ હતું જેની ઉપસ્થિત સમગ્ર ગામજનોએ નોંધ લીધી હતી.

આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરૂણભાઈ ચૌધરી,ગામના ઉપસરપંચ ઈમરાનભાઈ પટેલ,માજી સરપંચ સલીમભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય હાફુઝુદ્દીન કાનુંગા સહિત એસએમસી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત સનફાર્મા કંપની માંથી સીએસઆર હેડ સેહજાદ બેલીમ,એનજીઓમાં અગસ્ત્યા ઈન્ટર નેશનલ ફાઉન્ડેશન માંથી નિમેષભાઈ પટેલ તથા અમેરીકન ઈન્ડિયા ફાઉન્ડેશન માંથી દિપકભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત તમામ સભ્યોએ શાળાના શિક્ષકોના ટીમવર્ક થી થયેલ કાર્યની નોંધ લીધી હતી.આમ સ્વચ્છ શાળા સુંદર શાળા પીરામણના સ્થાપના દિનની રંગે ચંગે ઉજવણી કરવામા આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.