Western Times News

Gujarati News

રેપર રફતાર અને પત્ની કોમલ લગ્નના ૬ વર્ષ બાદ ડિવોર્સ લેશે

Rapper Raftar and wife Komal will get divorced after 6 years of marriage

મુંબઈ, મનોરંજન જગતમાંથી વધુ એક કપલના ડિવોર્સના સમાચાર સામે આવ્યા છે. જબરજસ્ત રેપિંગ અને હટકે અંદાજ માટે જાણીતા રેપર રફ્તાર અને પત્ની કોમલ વોહરા લગ્નના છ વર્ષ બાદ ડિવોર્સ લેવાના છે. કોમલ અને રફ્તાર છેલ્લા ખાસ્સા ટાઈમથી અલગ રહે છે.

૨૦૨૦માં તેમણે છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી પરંતુ મહામારીના કારણે મોડું થઈ ગયું. હવે બંને ડિવોર્સ પેપર પર ૬ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે સહી કરશે. રફ્તાર અને કોમલે લવ મેરેજ કર્યા હતા. ૨૦૧૧ની સાલમાં બંનેને એકબીજા સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો.

પોતાને સાબિત કર્યા બાદ રફ્તારે ૨૦૧૬માં ધામધૂમથી કોમલ સાથે લગ્ન કર્યા હતા. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, કપલ વચ્ચે લગ્નના થોડા દિવસોમાં જ મુશ્કેલીઓ થવા લાગી હતી. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી લખવામાં આવ્યું છે કે, રફ્તાર અને કોમલ પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. જાેકે, તેમના એકબીજાના પરિવારો સાથે હજી પણ સુમેળભર્યા સંબંધો છે.

પરિવારના નજીકના સભ્યો જ અત્યાર સુધી તેમના ડિવોર્સની વાત જાણતા હતા. જણાવી દઈએ કે, કોમલ જાણીતા ટીવી એક્ટર્સ કુણાલ અને કરણ વોહરાની બહેન છે. કોમલ ઈન્ટિરિયર ડિઝાઈનર છે જ્યારે કરણ અને કુણાલે ‘જિંદગી કી મહેક’ અને ‘બ્રહ્મરાક્ષસ’ જેવી સીરિયલોમાં કામ કર્યું છે.

કોમલે પુષ્ટિ કરી છે પરંતુ આ મામલે વધુ કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે. હાલ તો કોમલ અને રફ્તારે એકબીજાને સોશિયલ મીડિયા પર પણ અનફોલો કરી દીધા છે. રફ્તારની વાત કરીએ તો ૨૦૧૯થી તેણે રિયાલિટી શો જજ કરવાનું શરૂ કર્યું હતું. ‘હસલ’, ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’, ‘રોડીઝ’ જેવા રિયાલિટી શોનો તે જજ રહી ચૂક્યો છે. ૨૦૧૫માં રફ્તારે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૮’માં ભાગ લીધો હતો.

રફ્તારે બુલેટ રાજા, ફગલી, અંધાધૂધ સહિતની કેટલીય ફિલ્મોમાં મ્યૂઝિક આપ્યું છે. રફ્તારે ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ સાથે ‘ઘના કસૂટા’ નામનો મ્યૂઝિક વિડીયો પણ કર્યો છે, જે હિટ રહ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.