Western Times News

Gujarati News

રાજપારડી નજીક નાળા પરથી પાણી વહેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો માર્ગ બંધ કરાયો

Statue of unity road closed near rajpardi

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) હાલમાં ચાલી રહેલ મુશળધાર વરસાદને લઈને ઠેરઠેર માર્ગો પર પાણી ભરાતા ઘણા માર્ગ બંધ કરાયા છે.ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક અંકલેશ્વર – રાજપીપળા વચ્ચેના ધોરીમાર્ગ પર ભુંડવા ખાડીના નાળા પરથી પાણી વહેતા સરદાર પ્રતિમા માર્ગ બંધ કરાયો હતો.

રાજપારડી નગરના ઝઘડિયા રોડ પર આવેલ રાજરાજેશ્વરી સોસાયટી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર થઈ જતા ઘણા લોકો ફસાયા હતા.ઉલ્લેખનીય છે કે રાજપારડી નજીકથી પસાર થતી ભુંડવા ખાડી પરનું નાળુ ખુબ નીચુ હોવાથી ચોમાસામાં વધારે વરસાદ થતાં ઘણીવાર નાળા પરથી પાણી વહેતુ હોય છે.The road to the Statue of Unity was closed as water flowed from a ditch near Rajpardi

જાેકે હાલતો છેલ્લા ચારેક દિવસથી અનરાધાર મેઘવર્ષાને પગલે ઠેરઠેર પાણી ભરાતા રહેણાંક વિસ્તારો જળાશયોમાં ફેરવાયેલા નજરે પડે છે. આજે રાજપારડી નજીકના ભુંડવા નાળા પરથી પાણી વહેતા નાળાની બન્ને તરફના માર્ગ બંધ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર રાજપીપળા – ભરૂચ તેમજ અંકલેશ્વર તરફ જતા વાહનો અટવાયા હતા.

નાળાની બન્ને તરફ વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી. નાળાની સામે પાર અટવાયેલા કેટલાક રાહદારીઓ રેલવે ટ્રેક પર થઈને જતા આવતા નજરે પડતા હતા.રાજપારડી ચાર રસ્તા નજીક ઝઘડિયા તરફના માર્ગ પર આવેલ અન્ય એક કોતરમાં પણ પુષ્કળ પાણી વહી રહ્યુ હતું.જે કોતરની બહાર છલકાઈને નજીકના રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયું હતું.

રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા ઘણા લોકો ફસાયા હતા.હજુ વરસાદ ચાલુ રહેશે તો ઘરોમાં પાણી ભરાઈ જાય તેવી દહેશત પણ રહેલી છે.ભુંડવા ખાડીના આ નાળા પરનો તેમજ બન્ને તરફનો માર્ગ કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ધોવાઈ ગયો છે.પરંતું તંત્ર દ્વારા માર્ગને દુરસ્ત કરવા કોઇ પગલા નથી ભરાયા.

આ નાળા નજીક નવો અને ઉંચો પુલ બનાવાઇ રહ્યો છે.પરંતું તેની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી છે.જાેકે આજે તો ભુંડવા નાળા પર પાણી ભરાતા વાહન ચાલકો ગુંચવાયા હતા.અંકલેશ્વર તરફ જવાવાળા કેટલાક બાઈક ચાલકો રાજપારડી થી નેત્રંગ થઈને જતા પણ નજરે પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.