Western Times News

Gujarati News

રિલીઝ થયું પંકજ ત્રિપાઠીની ક્રિમિનલ જસ્ટિસ-૩નું ટીઝર

મુંબઈ, ગુનો અને ન્યાય બંને એવી વસ્તુ છે કે, જેમનો સંબંધ એક-બીજા સાથે જાેડાયેલો જ હોય છે. ઘણી વખત ગુનો અને ગુનેગાર પોતાની જાતને બચાવવાના લાખ પ્રયત્ન કરે છે પરંતુ ન્યાયની આગળ તેમનું કંઈ ચાલતું નથી અને અંતમાં જીત ફક્ત ન્યાયની જ થાય છે.

કંઈક આવી જ વાર્તા છે બોલીવુડ સુપરસ્ટાર પંકજ ત્રિપાઠીની આવનારી વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસ ૩. હાલમાં જ આ વેબ સિરીઝનું દમદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ક્રિમિનલ જસ્ટિસ વેબ સિરીઝની પહેલી બે સિઝન ખુબ સફળ રહી હતી.

આ બંને સિઝનમાં ર્મિજાપુરના કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીએ પોતાના દમદાર અભિનયથી ઘણી પ્રસંશા મળી હતી. આ બધાની વચ્ચે હવે ક્રિમિનલ જસ્ટિસ ૩ના લેટેસ્ટ ટીઝર વીડિયોમાં પણ પંકજ ત્રિપાઠી માધવ મિશ્રા વકીલના રોલમાં પોતાનો જલવો બતાવી રહ્યા છે.

આ વખતે ક્રિમિનલ જસ્ટિસની ટેગ લાઈન “અધૂરા સચ” રાખવામાં આવી છે. જેના હેઠળ માધવ મિશ્રા પોતાના ક્લાયંટને બચાવતો દેખાઈ રહ્યા છે. ટીઝરમાં એક જગ્યાએ માધવ મિશ્રા એ કહેતાં પણ દેખાઈ રહ્યા છે કે, “જીત તમારી કે મારી નથી, જીત હંમેશા ન્યાયની થવી જાેઈએ”.

ક્રિમિનલ જસ્ટિસ ૩ના આ ટીઝર વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. મેકર્સની તરફથી અત્યાર સુધીમાં ક્રિમિનલ જસ્ટિસ ૩ની સત્તાવાર રિલીઝ તારીખ નથી જણાવાઈ. પરંતુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, પંકજ ત્રિપાઠીની આ સિરીઝ આવતા મહિને ડિજ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.