Western Times News

Gujarati News

દીકરો ૧૬ વર્ષની ઉંમરે જ કમાવાનું શરૂ કરી દે તેમ ઈચ્છે છે ભારતી સિંહ

મુંબઈ, ભાગ્યે જ તેવી કોઈ વ્યક્તિ હશે, જે ભારતી સિંહને નહીં ઓળખતી હોય. નથિંગમાંથી સમથિંગ બનવા માટે ભારતી સિંહે ઘણો સંઘર્ષ કર્યો છે અને ત્યારે જઈને આ સ્ટેજ પર પહોંચી છે. તે બેક-ટુ-બેક પ્રોજેક્ટ કરી રહી છે અને આ દરમિયાન ચાહકોને હસાવવાની એક પણ તક જતી કરતી હતી.

પ્રોફેશનલ સિવાય પર્સનલ લાઈફમાં પણ તે વ્યસ્ત છે, હાલ તે કોઈ પ્રોજેક્ટમાં કામ ન કરી રહી હોવાથી તમામ સમય દીકરા ‘ગોલા’ ઉર્ફે લક્ષ્યને આપી રહી છે, જેનો જન્મ ૩ એપ્રિલ, ૨૦૨૨ના રોજ થયો હતો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ભારતી સિંહ દીકરાના ક્યૂટ વીડિયો શેર કરતી રહે છે, જે જાેઈને ફોલોઅર્સને પણ મજા આવે છે. હાલમાં તેણે લક્ષ્ય ૧૬-૧૮ વર્ષની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

એક દિવસ પહેલા નેહા ધૂપિયાએ તેની ‘ફ્રીડમ ટુ ફીડ’ પહેલ હેઠળ તેણે ભારતી સિંહ સાથે લાઈવ વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું ‘હર્ષ અને હું લિમિટેડ કામ કરી રહ્યા છે. નવો પ્રોજેક્ટ લેતા પહેલા અમે ઘણો વિચાર કરીએ છીએ. હા, કામ જરૂરી છે, ખાસ કરીને તેની જરૂરિયાતો પૂરી કરવા માટે.

અમે થોડા વર્ષ તેને સુવિધાઓ આપીશું પરંતુ અમુક સમય બાદ તેણે પણ પોતાના માટે કામ કરવું પડશે’ તેણે ઉમેર્યું હતું કે, ‘અમેરિકામાં બાળકો સ્કૂલે જાય છે અને પાર્ટ ટાઈમ કામ પણ કરે છે. મને લાગે છે કે ચોક્કસ ઉંમર બાદ તમારે તમારા મતાા-પિતા પાસેથી આર્થિક મદદ લેવાનું બંધ કરવું જાેઈએ. ભારતીનો દીકરો ૧૬-૧૮ વર્ષનો થશે એટલે ભણશે અને મેકડોનાલ્ડમાં કામ પણ કરશે. જાે મારા ઘરે દીકરી આવી તો તેને હું સલૂનમાં પાર્ટ ટાઈમ નોકરી કરવા મોકલીશ. કારણ કે, મુંબઈ જેવા શહેરમાં જીવવું ખૂબ મુશ્કેલ છે’.

લક્ષ્યના જન્મના ૧૨ દિવસ બાદ જ ભારતી સિંહે કામ શરૂ કરી દીધું હતું અને તેના ‘ખતરા ખતરા ખતરા શો’ના સેટ પર દેખાઈ હતી. આ કારણે તે ટ્રોલ પણ થઈ હતી, તેના પર રિએક્શન આપતાં તેણે કહ્યું હતું ‘લોકો ઘણું બધું કહેતા હતા અને તેઓ કોમેડિયનને પણ નફરત કરી શકે છે તે જાેઈને મને આંચકો લાગ્યો હતો’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.