Western Times News

Gujarati News

આલિયા નીતૂ કપૂરને પોઝિટિવ અને સુપરચિલ વ્યક્તિ ગણાવ્યા

મુંબઈ,  ૨૦૧૨માં રિલીઝ થયેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી આલિયા ભટ્ટ એક વર્સેટાઈલ એક્ટર તરીકે ઉભરાઈને બહાર આવી છે. અત્યારસુધીમાં તેણે જેટલી પણ ફિલ્મો કરી છે, દરેકમાં અલગ-અલગ પ્રકારના રોલ ભજવ્યા છે.

તે પર્સનલ લાઈફમાં પણ વ્યસ્ત છે અને ખૂબ જલ્દી મમ્મી બનવાની છે. જીવનના આ મહત્વના પ્રકરણમાં સાસુ નીતુ કપૂર અને પતિ રણબીર કપૂર તેનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તે ફિલ્મ ડાર્લિંગ્સથી પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહી છે, જે ડાર્ક કોમેડી છે અને તેમાં ઘરેલું હિંસા, અત્યારચાર કરતાં જીવનસાથી અને મહિલાઓ કેવી રીતે આ બધું પોતાની અંદર છુપાવીને રાખે છે તેના પર આધારિત છે.

આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરને ‘સુપર ચિલ’ ગણાવતાં કહ્યું હતું કે, ‘નીતૂ આંટી અને રણબીર કપૂર ખૂબ જ પોઝિટિવ અને હેપ્પી લોકો છે. જાે મારી તબિયત સારી ન હોય તો આરામ કરવા અને ઘરગથ્થું ઉપચાર કરવાનું કહે છે. મારી મમ્મી અને નીતૂ આંટી હેલ્ધી લોકો છે, તેથી નવી હેલ્ધી હેબિટ ક્રિએટ કરતાં રહે છે અને મને પણ સલાહ આપતાં રહે છે’.

લગ્નના બે મહિના બાદ સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટે અલ્ટ્રાસાઉન્ડની તસવીર શેર કરીને ગુડન્યૂઝ આપ્યા હતા. જેના પર લોકોના અલગ-અલગ રિએક્શન સામે આવ્યા હતા અને કેટલાકે તેને ટ્રોલ પણ કરી હતી. શું આ બધું જાેઈને તું નિરાશ થઈ હતી, તેમ પૂછતાં આલિયા ભટ્ટે કહ્યું હતું તે સુંદર અનુભવ હતો.

પ્રેમ અને પોઝિટિવિટી પણ ઘણી હતી. ઘોંઘાટ કરતાં લોકોની વાત કરીએ તો, દરેક સુંદર બાબતના વિરોધ કરનારા હોય જ છે. ચંદ્રમાં પણ ડાઘ છે. નેગેટિવ રિએક્શન જાેઈને ન તો મને આશ્ચર્ય થયું હતું કે પરેશાન થઈ હતી. મને માત્ર સારી બાબતો યાદ રહે છે અને લોકો તરફથી હજી પ્રેમ મળી રહ્યો છું.

હું નોનસેન્સ વાતો કરતાં માત્ર પોઝિટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કેમ ન કરું?. ફિલ્મમેકર કરણ જાેહર આલિયા ભટ્ટ માટે પિતા સમાન છે, જ્યારે તેની પ્રેગ્નેન્સીની જાણ થઈ ત્યારે તે રડી પડ્યો હતો. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું ‘કરણ રડી રહ્યો હતો તે ક્ષણને હું ક્યારેય ભૂલી નહીં શકું. પરંતુ આજે હું અને કરણ જ્યારે તે યાદ કરીએ છીએ ત્યારે હસીએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.