Western Times News

Gujarati News

સાઉથનો આ સ્ટાર બોલિવુડમાં વિલનના રોલમાં જોવા મળશે

મુંબઇ,  શાહરૂખ ખાને થોડા સમય પહેલા પોતાની ફિલ્મ જવાનની ઘોષણા કરી હતી. જેના પોસ્ટર પરથી સ્પષ્ટ જણાય છે કે, આ એક એકશન ફિલ્મ બનશે. હવે આ ફિલ્મને લઇને અપડેટ આવી છે.  Vijay Sethupati is Confirmed for the villain role Of JAWAN OH BOY

સૂત્રની વાત સાચી માનીએ તો, શાહરૂખની જવાન ફિલ્મમાં મુખ્ય વિલનના રોલમાં વિજય સેતૂપતિ જોવા મળવાનો છે. સોશ્યલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, વિજય સેતુપતિને શાહરૂખની જવાનમાં વિલનના રોલ તરીકે પસંદ કરી લેવામાં આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન એટલીનું છે. વિજય સેતુપતિ આવનારા અઠવાડિયાઓમાં શૂટિંગમાં સામેલ થવાનો છે.

વિજય સેતુપતિ ભારતના વ્યસ્ત અભિનેતાઓમાંનો એક છે. તેથી તેની તારીખ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં ચાલી રહ્યું છે અને વિજય સેતુપતિ જલદી જ આ શૂટિંગમાં સામેલ થવાનો છે. યોગ્ય સમય આવ્યે ઘોષણા કરવામાં આવશે.

ફિલ્મમાં શાહરૂખ અને વિજય વચ્ચેની ટક્કર ખરેખર જોવા જેવી હશે તેમ માનીને દર્શકો શાહરૂખના પ્રશંસકો રોમાંચિત થઇ ગયા છે.  આ ફિલ્મમાં શાહરૂખ સાથે નયનતારા અને સાન્યા મલ્હોત્રા પણ કામ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.