Western Times News

Gujarati News

લગ્નના દિવસે વરરાજાને દૂલ્હન પર શંકા જતા હત્યા કરી

નવી દિલ્હી, મનદુઃખના કારણે ઘણા સંબંધો તૂટે છે. પણ ક્યારેક સંબંધમાં આવેલી ખટાસ લોહીયાળ પણ બની જાય છે. આ જ પ્રકારનો એક કિસ્સો વિદેશમાં બન્યો છે. લગ્નના દિવસે જ એક વરરાજાએ મહેમાનોની સામે દુલ્હનને ઢોર માર માર્યો હતો. આ મારના કારણે કન્યાનો જીવ ગયો હતો. વરને શંકા હતી કે તેની ભાવિ પત્ની તેની સાથે છેતરપિંડી કરી રહી છે. તેને દગો આપી રહી છે.

કન્યાની હત્યાના કેસમાં તેને ૧૮ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સમગ્ર મામલો રશિયાના એક ગામનો છે. ૨૫ વર્ષીય સ્ટીફન ડોલગીખે તેની ભાવિ પત્ની ઓક્સાના પોલુડેંટસેવાને માર માર્યો હતો. આ પછી ઓક્સાના મૃતદેહને ખાડામાં ફેંકી દીધો હતો.

ગયા વર્ષે ઓક્ટોબરમાં બનેલા આ કેસમાં સ્ટીફનને હાલમાં જ સજા સંભળાવવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર સ્ટીફને પ્રોકુડસ્કો ગામમાં પોતાના ઘરે લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું પરંતુ આ દરમિયાન તેણે ઓક્સાના પર લાતો અને મુક્કાથી હુમલો કર્યો હતો. તેણે કન્યાને વાળથી પકડીને જમીન પર પછાડી અને તેના માથા પર માર માર્યો હતો.

આ હુમલામાં ઓકસાનાએ જીવ ગુમાવ્યો હતો. લગ્નમાં ખુશીના પ્રસંગમાં આવેલા આ મહેમાનો શોક પ્રસંગમાં પરિણમતા દુઃખી થયા હતા અને આ સમગ્ર કૃત્ય જાેઈને તમામ ડરી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા સ્ટીફનની ધરપકડ થઈ હતી. વધુ તપાસમાં માલૂમ પડ્યું કે સ્ટીફન દારૂના નશામાં હતો.

કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્ટીફન અગાઉ હત્યાના એક કેસમાં જેલમાં જઈ ચૂક્યો છે. જ્યારે તે જેલમાં હતો ત્યારે તેની ઓકસાના સાથે મિત્રતા હતી. ઓક્સાનાને લાગ્યું કે, તે સ્ટીફનને સુધારવામાં મદદ કરી શકે છે તેથી તેણે સ્ટીફનની મુક્તિની રાહ જાેઈ અને બાદમાં તેની સાથે લગ્ન કરવા પણ સંમત થઈ.પરંતુ લગ્નના દિવસે સ્ટીફને ઓકસાનાને મારી નાંખી.

રિપોર્ટ અનુસાર સ્ટીફને કન્યાની હત્યાની કબૂલાત કરી છે. કથિત રીતે તે લગ્નમાં આવેલા એક મહેમાનથી ઈર્ષ્યા અનુભવતો હતો. તેને એ પણ લાગતું હતું કે ઓકસાના મહેમાન સાથે ખરાબ વર્તન કરી રહી છે, જેના કારણે તે ગુસ્સે થઈ ગયો અને આ સમગ્ર ઘટના બની હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.