સ્પિડમાં દોડી રહેલી મહિલાને શખ્સે જોશથી મોં પર માર્યો ડંડો
નવી દિલ્હી, જ્યારે તમે એક્શન ફિલ્મ જુઓ છો ત્યારે મનમાં અનેક ઘણાં પ્રશ્નો થતા હોય છે કે આટલું જાેરદાર શૂટિંગ કેવી રીતે થતુ હશે. જાે કે ફિલ્મમાં જે દ્રશ્ય બતાવે છે એ મોટાભાગે સાચા હોતા નથી. આ રીતનું એક્શન શૂટિંગ માટે અનેક ઘણી પહેલાથી તૈયારીઓ કરવામાં આવતી હોય છે.
હાલમાં જ એક જાેરદાર વિડીયો વાયરલ થયો છે જે ફિલ્મો કરતા પણ બહુ ખતરનાક છે. આ વિડીયોમાં એક વ્યક્તિ મહિલાના ચહેરા પર ડંડા મારતો જાેવા મળી રહ્યો છે, પરંતુ આ વિડીયોની હકીકત કંઇક અલગ જ છે. ટિ્વટર એકાઉન્ટ ઓવરટાઇમ પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જાે કે આવા ખતરનાક સીન તો આપણે ખાસ કરીને મુવીમાં જ જાેતા હોઇએ છીએ.
આ વિડીયોમાં હકીકતમાં શું છે એ વિશે જાણી લેવું ખૂબ જરૂરી છે. વાયરલ વિડીયોમાં એક મહિલા જીમ જેવી જગ્યા પર જાેવા મળી રહી છે, ત્યાં અચાનક જ એ ભાગે છે અને સામે એક પુરુષ હાથમાં ડંડો પકડેલો જાેવા મળી રહ્યો છે. એ ડંડાને ઝડપથી ફેરવે છે અને મહિલાના માથા પર મારે છે.
ત્યારબાદ એને ઇજા થાય છે અને એ ગાદી પર પડી જાય છે. તો તમને જણાવી દઇએ કે ખરેખર આ વિડીયો પાછળનું સત્ય શું છે. આ વિડીયોના કમેન્ટમાં એક મહિલાએ આ વિશે જાણકારી આપી છે કે, આ વિડીયોનું એક્સપ્લેનેશન તમને સાચું લાગી રહ્યું છે, પરંતુ જે મહિલા ભાગી રહી છે જે દોરડાથી બાંધેલી છે અને એવામાં ખરેખર આ ડંડો મહિલાને ટચ થતો જ નથી.
આ વિડીયોને લગભગ ૨૮ લાખ વ્યૂઝ મળી ગયા છે. આ વિડીયો જાેઇને અનેક લોકોએ કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝર્સે તો લખ્યું છે કે. અરેસ્ટ કરી લેવી જાેઇએ. જ્યારે બીજા એક વ્યક્તિએ વિડીયો જાેઇને કમેન્ટ કરી છે કે. આ માત્ર સ્ટંટ છે, પરંતુ લોકોનું કહેવું છે કે આ મહિલાને દોરડાથી પાછળ ખેંચી અને એને ઇજા થઇ. જાે કે ઇન્ટરનેટ પર કોઇને કોઇ પ્રકારે વિડીયો હંમેશા વાયરલ થતા રહેતા હોય છે.SS1MS