મેઘાણીનગરના બે યુવકોનું ઝાંઝરી ધોધમાં ડૂબી જતા મોત
અમદાવાદ, અમદાવાદના ૨ યુવકોનું પિકનિક દરમિયાન બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરી ધોધમાં ડૂબી જતા બંનેનું બાયડ,
અરવલ્લીઃ રાજ્યના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે આવેલા ફરવાલાયક સ્થળ ઝાંઝરી ધોધમાં અમદાવાદના ૨ યુવકોના ડૂબી જતા મોત નીપજ્યા છે.
અમદાવાદના ૨ યુવકોનું પિકનિક દરમિયાન બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરી ધોધમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. આ બંને યુવકો અમદાવાદથી ઝાંઝરી ધોધ ફરવા માટે આવ્યા હતા. મૃતકો અમદાવાદના મેઘાણીનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના ૨ યુવકોનું પિકનિક દરમિયાન બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરી ધોધમાં ડૂબી જતા બંનેનું મોત નિપજ્યું છે. અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર ૬ વ્યક્તિઓ પિકનિક માટે પહોંચ્યા હતા. દરમિયાન આ ૬ વ્યક્તિઓ ઝાંઝરી ધોધમાં ન્હાવા માટે પડ્યા હતા. ત્યારે બે વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતા.