દીકરા જેહને ફિલ્મના સેટ પર લઈ ગઈ કરીના કપૂર
મુંબઈ, ગુરુવારે (૧૩ ઓક્ટોબર) જ્યારે બોલિવુડ ઈન્ડસ્ટ્રીની પરિણીત એક્ટ્રેસિસ જ્યારે કરવા ચોથના પર્વમાં વ્યસ્ત હતી ત્યારે કરીના કપૂર મુંબઈ શહેરથી દૂર લંડનમાં હંસલ મહેતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. જેમાં તેને નાના દીકરા જેહે પણ કંપની આપી હતી.
બેબો ખરેખર ફેશનિસ્ટા અને આ વાતમાં શંકાને સ્થાન નથી. જ્યારે પણ તે બહાર નીકળે છે ત્યારે તેના આઉટફિટની ચર્ચા થતી રહે છે. બંને દીકરા પણ ફેશન ટ્રેન્ડ ફોલો કરે તેનું પણ તે ધ્યાન રાખે છે. ગુરુવારે જ્યારે તે શૂટિંગ કરવા માટે નીકળી ત્યારે જેહબાબા સાથે કેટલીક તસવીરો ક્લિક કરાવી હતી અને તે તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જેમાં બંને હોટેલની લોબીમાં પોઝ આપી રહ્યા છે.
કરીનાએ ડેનિમ અને લંડનની ઠંડીને ધ્યાનમાં રાખીને પુલઓવર પહેર્યું છે, તો જેહે બ્લેક ટીશર્ટ અને ડેનિમ પહેર્યું છે. આ સાથે મેચિંગ અને ગોગલ્સ પહેર્યા છે. ઓવરઓલ લૂકમાં તે ક્યૂટ લાગી રહ્યો છે. કરીના કપૂરે શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં જેહ મમ્મીની આંગળી પકડીને ચાલી રહ્યો છે, આ સાથે તે તેની સામે જાેઈ પણ રહ્યો છે. જ્યારે બીજી તસવીરમાં બંનેએ ઉભા રહીને પોઝ આપ્યો છે.
જેહ અત્યારથી જ પોઝર બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે એક્ટ્રેસે લખ્યું હતું મારા દીકરા સાથે કામ પર જઈ રહી છું. પરંતુ નીકળીએ તે પહેલા પોઝ આપવા ઉભા રહી ગયા. જેહ બાબા કામ પર ચલો’. કરીનાના ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ પણ જેહની ક્યૂટનેસ પર ઓવારી ગયા છે.
અમૃતા અરોરાએ ‘જેહ બાબા’ લખ્યું છે અને સાથે રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે. આ સિવાય મનીષ મલ્હોત્રા, પુનિત મલ્હોત્રા, પૂનમ દામણિયાએ પણ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. તો કરિશ્મા કપૂરે લખ્યું છે ‘માય લવ્સ’, તો ફોઈ સબાએ કોમેન્ટ કરી છે ‘અરે મારો જેહ જાન!! માશાઅલ્લાહ’. સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ તાન્યા ઘારવીએ લખ્યું છે ‘ક્યૂટનેસ અટેકથી મરી જઈશ’, આલિયા ભટ્ટે બંનેને ‘સુપરસ્ટાર્સ’ ગણાવ્યા છે. જણાવી દઈએ કે, કરીના કપૂર હંસલ મહેતાની ફિલ્મથી પ્રોડયૂસર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહી છે.
આ સિવાય તેની પાસે સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્સ એક્સ’ પણ છે, જેમાં તે વિજય વર્મા અને જયદીપ અલહાવત સાથે જાેવા મળશે. જેનું શૂટિંગ ઘણા મહિના પહેલા જ પુરુ થઈ ગયું છે. તે છેલ્લે આમિર ખાન અને નાગા ચૈતન્યની સાથે હોલિવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી. જે બોકસઓફિસ પર ફ્લોપ રહી હતી અને માંડ ૬૦ કરોડનો વકરો કરી શકી હતી.SS1MS