Western Times News

Gujarati News

ભાજપની ગૌરવ યાત્રાનું ગોધરામાં ઉત્સાહભેર સ્વાગત કરાયું

(પ્રતિનિધિ)ગોધરા. ઉનાઈ થી નીકળેલી ભાજપ ની ગૌરવ યાત્રા આજરોજ ગોધરા ખાતે આવી પહોંચી હતી.કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહ ના અધ્યક્ષ સ્થાને ગોધરા ખાતે આવેલી ગૌરવ યાત્રા નું ચર્ચ સર્કલ થી લઈને મહેંદી બંગલો સુધી ભાજપ ના આગેવાનો તેમજ કાર્યકરો એ ભવ્ય સ્વાગત કર્યું હતું.

ગૌરવ યાત્રા માં ખૂબ જ મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકર્તાઓ કાર અને બાઇક ના કાફલા સાથે જાેડાયા હતા. મહેંદી બંગલો ખાતે ગૌરવ યાત્રા સાથે સભા સંબોધવા પહોંચેલા મંત્રી વી.કે.સિંહે ભાજપ ની યશગાથા સંભળાવતા અનેક નિવેદનો કર્યા હતા.પોતાના વક્તવ્ય માં વી.કે.સિંહે મોટુ નિવેદન કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા અને સેના ની વિચારધારા એક જ છે,ગુજરાતી માં ઉપસ્થિત જનમેદની ને સંબોધતા,‘ગુજરાત ઈચ્છે વારંવાર ભરોસા ની ભાજપ સરકાર’ જેવા નારા સાથે સંબોધન કર્યું હતું.સાથે જ વી.કે .સિંહે નામ લીધા વિના જ કોંગ્રેસ અને આપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.