Western Times News

Gujarati News

“રાશિ રિક્ષાવાળી”ના 600 એપિસોડની ઉજવણી કલર્સ ગુજરાતીના કલાકારોએ કરી

કલર્સ ગુજરાતીના ખ્યાતનામ શો રાશિ રિક્ષાવાળીએ તાજેતરમાં એક નવું જ સોપાન સર કર્યું, આ શો ના 600 એપિસોડ પુરા થવાની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. રાશિ રિક્ષાવાળી એ એક રીક્ષા ચલાવતી છોકરી ની વાર્તા છે જે પોતાનું જીવન ગુજરાન તેમજ ભણતર પૂરું કરવા માટે રિક્ષા ચલાવે છે.

આ શો માં સાથોસાથ શુભ ની કહાણી પણ છે જે પોતાની એપ આઘારિત ટેક્ષી કંપની ચલાવે છે. રાશિ અને શુભ ના વ્યક્તિત્વમાં જમીન આસમાનનો ફર્ક છે પણ કિસ્મત તેમને સાથે લઈ આવે છે અને સંજોગોવશાત તેમના લગ્ન પણ થાય છે.600 એપિસોડ ના સોપાનની ઉજવણી રાશિએ સિરિયલના સેટ પર જીવનમાં ખરેખર રિક્ષા ચલાવતી મહિલાઓની સાથે કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.