124 અબજ ડોલર સંપત્તિનો મોટો હિસ્સો દાન કરશે જેફ બેઝોસ

જેફ બેઝોસ તેમની સંપત્તીનો મોટો હિસ્સો દાન કરી દેશે-સંપત્તિ જળવાયુ પરિવર્તનનો સામનો કરવા અને અસમાનતાને ઘટાડવા માટે દાન કરવા અજબોપતિની જાહેરાત
વોશિંગ્ટન, ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ પોતાની સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો દાન કરવાની યોજના બનાવી રહ્યા છે.
વિશ્વના મોટા અબજાેપતિઓમાં સામેલ જેફ બેઝોસે જણાવ્યું કે, તેઓ પોતાની સંપત્તિ જળવાયુ પરિવર્તનનો સામનો કરવા અને અસમાનતાને ઘટાડવા માટે દાન કરશે. જેફ બેઝોસની સંપત્તિ ૧૨૪ અબજ ડોલર છે અને તેઓ વિશ્વના ચોથા સૌથી ધનિક અબજપતિ છે. Jeff Bezos pledges to donate majority of his $124 billion fortune to fight climate change and unify humanity.
એમેઝોનના ફાઉન્ડર બેઝોસને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમે તમારી મોટાભાગની સંપત્તિ દાન કરવાની ઈચ્છા રાખો છો? તેના જવાબમાં તેમણે કહ્યું કે, હા. મારી ઈચ્છા છે. તેમણે પૈસા ક્યાં ખર્ચવા કે દાનમાં આપશે તે અંગે વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો પરંતુ તે કેવી રીતે ખર્ચવામાં આવશે તે સ્પષ્ટ કર્યું હતું.
બેઝોસે જણાવ્યું કે, તે અને તેમના સાથી લોરેન સાંચેજ આ પૈસાને ખર્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. જેફ બેઝોસ એક સમયે સૌથી ધનિક અબજપતિ હતા.
૧૯૯૪માં તેમણે એમેઝોનની સ્થાપના કરી હતી. તેમણે ૨૦૨૧માં એમેઝોનના મુખ્ય કાર્યકારી તરીકેનું પદ છોડી દીધુ હતું પરંતુ તેના બોર્ડના અધ્યક્ષ બની રહ્યા છે. તેઓ વોશિંગ્ટન પોસ્ટ સમાચાર અને અતંરિક્ષ પર્યટન કંપની બ્લૂ ઓરિજિનના પણ માલિક છે.