૧૭ વર્ષની જેન પાર્કે પૈસા આપીને બોયફ્રેન્ડ ખરીદ્યો

નવી દિલ્હી, આપે એવી કેટલીય વાતો સાંભળી હશે કે પ્રેમ પૈસાથી ખરીદાતો નથી અને આ તો દિલનો મામલો હોય છે. આમ તો આ વાત ઠીક છે, પણ આ દુનિયામાં કંઈ પણ શક્ય છે. અહીં લોકો ઘર, જમીન અને સામાનની સાથે સાથે પ્રેમ જેવી ફિલીંગની પણ બોલી લગાવે છે.
થોડા દિવસ પહેલા બે છોકરાએ સેલરી પર ગર્લફ્રેન્ડની શોધ શરુ કરી હતી, તો આજે પણ આપને એક એવી છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે સેલરી પર બોયફ્રેન્ડ શોધવાની કોશિશ કરી હતી. અમે વાત કરી રહ્યા છીએ જેન પાર્ક નામની યુવતી વિશે.
જે ૧૭ વર્ષની ઉંમરમાં જ લોટરી દ્વારા કરોડપતિ બની ગઈ હતી અને બાદમાં તે એક સારા એવા પ્રેમની શોધ માટે અઢળક રૂપિયા ખર્ચવા તૈયાર થઈ ગઈ હતી. તેણે તેના બોયફ્રેન્ડ બનવા પર ૫૭ લાખ રૂપિયાનો પગાર આપવાની વાત પણ કહી છે.
સ્કોટલેન્ડના એડિનબર્ગની રહેવાસી જેન પાર્કની શોધ હાલમાં તો પુરી થઈ ચુકી છે. આ વાત વર્ષ ૨૦૧૩ની છે, જ્યારે ૧૭ વર્ની જેન પાર્ક યૂરોમિલિયંસ લોટરીમાં ૯ કરોડ ૪૫ લાખ રૂપિયા જીતીને ચર્ચામાં આવી ગઈ હતી. ત્યાર બાદ તેણે પોતાના માટે બોયફ્રેન્ડ શોધવાની શરુઆત કરી.
તેણે રૂપિયાના જાેરે બોયફ્રેન્ડ બનાવ્યો, તેને ૫૭ લાખ રૂપિયા પગાર પણ આપ્યો. તેના માટે તેણે એક વેબસાઈટ પણ લોન્ચ કરી હતી. જેના પર હજારો યુવકોએ અપ્લાય કર્યું હતું. જેની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેંડમાં આવી ગઈ હતી.
જેન મોડલ હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા એન્ફ્લુએંસર પણ છે. જેના ઈંસ્ટાગ્રામ પર ૨ લાખથી વધારે ફોલોઅર્સ છે, તેના અકાઉન્ટ તસ્વીરો અને વીડિયોથી ભરેલું છે. હાલના સમયમાં તે બોયફ્રેન્ડ લી સાથે ખૂબ વીડિયો નાખી રહી છે અને પોતાના સંબંધને ફ્લોન્ટ કરી રહી છે.SS1MS