Western Times News

Gujarati News

બાળકીને અજીબ બીમારી પોતાના જ વાળ તોડીને ખાઇ ગઇ

મુંબઈ, મુંબઇમાં એક બાળકીના પેટમાંથી ૧.૨ કિલો વજનનો વાળને ગુચ્છો કાઢ્યા બાદ લોકો ઇન્ટરનેટ પર રૅર સિન્ડ્રોમ વિશે સર્ચ કરતા થઇ ગાય છે. આ સિન્ડ્રોમનું નામ છે રેપન્ઝેલ સિન્ડ્રોમ અસામાન્ય હોવાની સાથે આ બીમારી ખૂબ જ અજીબ પણ છે કારણ કે તેનાથી પીડિત વ્યક્તિ પોતાના જ માથાના વાળ ખેંચીને ખાઇ જાય છે.

૧૩ વર્ષીય આ બાળકીને પેટમાં દર્દ થયા બાદ મુંબઇની વસઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. અહીંના ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, બાળકીના પેટમાં તીવ્ર દુઃખાવો, ઉલટી, અપચો અને એસિડિટીની ફરિયાદ હતી.

તેના માતાપિતા એક પ્રાઇવેટ ક્લિનિકમાં અગાઉ સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં તેની સ્થિતિમાં કોઇ સુધાર જાેવા મળ્યો નહીં. તે કંઇ પણ ખાય તેની થોડી જ મિનિટો બાદ તેને ઉલટી થઇ જતી હતી. મુંબઇ હોસ્પિટલના ડોક્ટર્સે જ્યારે સોનોગ્રાફી રિઝલ્ટ ચકાસ્યું તેમાં આતરડાંમાં વાળના ગુચ્છા જેવું કંઇક દેખાઇ રહ્યું હતું, જેને સર્જરીથી કાઢી શકાય તેમ હતો.

ડોક્ટર્સે સર્જરી બાદ આતરડાંમાંથી ૩૨ ઇંચ વાળના ગુચ્છાને દૂર કર્યો હતો. પહેલીવાર ૧૯૬૮માં આ સિન્ડ્રોમ વિશે જાણકારી મળી હતી, તેનું નામ એક હ્લટ્ઠૈિઅંટ્ઠઙ્મી કેરેક્ટર રેપન્ઝેલ પરથી રાખવામાં આવ્યું હતું, જે તેના લાંબા વાળ માટે જાણીતી હતી.

આ સિન્ડ્રોમમાં દર્દીના પેટમાંથી વાળનો ગુચ્છો મળે છે, કારણ કે દર્દી પોતાના જ વાળને ખાઇ જાય છે. બીમારીનું નિદાન શરૂઆતના તબક્કામાં ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે તેના કોઇ ખાસ લક્ષણો જાેવા મળતા નથી. આ સ્થિતિ પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં ખૂબ જ સામાન્ય હોય છે અને ૧૦માંથી ૮ કેસમાં તે બાળકો, કિશોરીઓ અને ૩૦થી ઓછી ઉંમરની યુવતીઓમાં જાેવા મળે છે.

આ સિન્ડ્રોમ મોટાંભાગે એવા લોકોમાં વધારે હોય છે જેઓની માનસિક વિકારની હિસ્ટ્રી હોય છે. તેમાં વાળ ખેંચવા, ચાવવા, નખ ચાવવાની આદતો સામેલ છે. આ સિન્ડ્રોને ટ્રિકોટિલોમેનિયા પણ કહેવામાં આવે છે. રેપન્ઝેલ સિન્ડ્રોમ ઘણીવાર ટ્રિકટિલોમેનિયા સાથે જાેડાયેલો હોય છે, જેમાં માથાના વાળ તોડવાની તીવ્ર ઇચ્છા તરીકે ઓળખાય છે.

ડોક્ટર્સ અનુસાર, વાળ પેટમાં તૂટવા કે પચવામાં મુશ્કેલ હોય છે અને તે આતરડાંમાં ગુચ્છાની જેમ ફસાઇ જાય છે. લાંબા સમય સુધી વાળ ખાધા બાદ તે મોટો વાળનો ગુચ્છો બની જાય છે. રેપેન્ઝેલ સિન્ડ્રોમ થવા પર એક જ સમયમાં અન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ થવાની સંભાવના પણ વધી જાય છે.

જેમાં ખાવા યોગ્ય ના હોય તેવી વસ્તુઓને ખાવાની ઇચ્છા, સ્કિત્ઝોફ્રેનિયા,PTSD, ADHD, ડિપ્રેશન, એનોરેક્સિયા નર્વોસા, OCD જેવા માનસિક વિકાર સામેલ છે. અમુક સ્ટડીઝ અનુસાર, આ સિન્ડ્રોમ એવા લોકોમાં વધારે હોય છે જેઓને બાળપણમાં દુર્વ્યવહાર અથવા ઉપેક્ષાનો સામનો કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.