Western Times News

Gujarati News

ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગનો દરોડો

૪ હિટાચી મશીન, ૧ બાજ, ૭ નાવડી અને ૩ ડમ્પર મળી ૪ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાની પૂર્વ પટ્ટી ખનન માફીયાઓ માટે ફેવરિટ બની છે.આજે ખાણ ખનીજ વિભાગે પૂર્વ વિસ્તારના અંગારેશ્વર ગામમાં છાપો મારી ગેરકાયદે સર રેતી ખનન ઝડપી પાડ્યું હતું.આ કાર્યવાહીમાં ચાર કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં ભૂસ્તર શાસ્ત્રીની બદલી થતાં મદદનીશ નિયામક નરેશ જાનીને ચાર્જ સોંપાયો છે.ત્યારે નરેશ જાની અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર તેમજ તેમની ટીમે પૂર્વ પટ્ટીના અંગારેશ્વર ગામમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવુતિ પર રેડ પાડી હતી.

આ કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગે ૪ હિટાચી મશીન, ૧ બાજ, ૭ નાવડી અને ૩ ડમ્પર મળી ૪ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ ગેરકાયદેસર પ્રવુત્તિ યોગેશ માલાની અને નીતીશ જાેશી ચલાવી રહ્યા હોવાનુ ખાણ ખનીજ વિભાગે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.