Western Times News

Gujarati News

આરાધ્યાના બર્થ ડે પર ઐશ્વર્યાએ શેર કરી તસવીરો

મુંબઈ, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચનનો આજે એટલે કે ૧૬ નવેમ્બરે જન્મદિવસ છે. ઐશ્વર્યા અને અભિષેકની દીકરી આરાધ્યા ૧૧ વર્ષની થઈ છે. ઐશ્વર્યા રાયે આરાધ્યાની બર્થ ડે પર સુંદર તસવીર શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા આપી છે. ઐશ્વર્યા રાયે શેર કરેલી તસવીરમાં જાેઈ શકાય છે કે, તે દીકરીને લીપ કિસ કરી રહી છે.

બેકગ્રાઉન્ડમાં પાછળ ૧૧ નંબર ફૂલોથી સજાવેલો દેખાય છે. તસવીરમાં દેખાય છે કે આરાધ્યાએ લાલ રંગનો આઉટફિટ પહેર્યો છે અને મેચિંગ બો ક્લિપ પણ વાળમાં ભરાવી છે. આ તસવીર શેર કરતાં ઐશ્વર્યા રાયે લખ્યું, “મારો પ્રેમ…મારી જિંદગી…આઈ લવ યુ, મારી આરાધ્યા.”

ઐશ્વર્યા રાયે આ નોટ લખાવાની સાથે રેડ હાર્ટ અને હાર્ટ આઈઝ ઈમોજી શેર કર્યા છે. આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરીને મા-દીકરીના પ્રેમને વખાણી રહ્યા છે. સાથે જ આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તો કેટલાક એકલ-દોકલ યૂઝર્સે આરાધ્યાને લિપ કિસ કરવા પર ઐશ્વર્યા રાયને ટ્રોલ પણ કરી છે અને આ ભારતીય સંસ્કૃતિ ના હોવાનો રાગ આલાપ્યો છે.

ઐશ્વર્યા રાય ઘણીવાર આરાધ્યા માટે વધારે પડતી પ્રોટેક્ટિવ હોવાના લીધે ટ્રોલ થતી રહી છે. એરપોર્ટ પર કે જાહેરમાં દેખાય ત્યારે ઐશ્વર્યા આરાધ્યાનો હાથ પકડીને રાખે છે તેના કારણે પણ અગાઉ કેટલીયવાર સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાને આવી ચૂકી છે. ઐશ્વર્યા રાય અને એક્ટર અભિષેક બચ્ચને ૨૦ એપ્રિલ ૨૦૦૭ના રોજ લગ્ન કર્યા હતા. આ વર્ષે જ કપલના લગ્નજીવનના ૧૫ વર્ષ પૂરા થયા છે.

અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત બંગલા પ્રતીક્ષામાં અભિષેક-ઐશ્વર્યાના લગ્ન યોજાયા હતા. લગ્નના ચાર વર્ષ પછી ૧૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ આરાધ્યાનો જન્મ થયો હતો.

વર્કફ્રંટની વાત કરીએ તો, ઐશ્વર્યાએ મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન-૧’થી ચાર વર્ષ બાદ કમબેક કર્યું છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી છે. હવે ઐશ્વર્યા એક્શન ફિલ્મ ‘જેલર’માં રજનીકાંત, રમ્યા ક્રિષ્નન, પ્રિયંકા અરુલ મોહન અને શિવા રાજકુમાર સાથે જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.