Western Times News

Gujarati News

મોદીના ભાઈ સોમાભાઈ તેમને મળીને રડી પડ્યા

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદવાદના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યા બાદ મોટા ભાઈ સોમાભાઇના ઘેર મહેમાનગતિ માણી હતી. PM Modi’s brother Somabhai Modi gets emotional as he talks about PM who visited him earlier Monday.

નિશાન સ્કૂલ ખાતે વડાપ્રધાને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેઓ સ્કૂલમાંથી બહાર નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલતા-ઝીલતા તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા. તેમના મોટાભાઈ સોમાભાઈ તેમને મળીને રડી પડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, તેઓ સારૂ કામ કરે છે જેથી થોડો આરામ પણ કરવો જાેઈએ.

સોમાભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના ભાઈ નરેન્દ્રભાઈ સારૂ કામ કરે છે. તેમને થોડો આરામ પણ કરવો જાેઈએ. ૨૦૧૪ પછી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી સારા કામ થયાં છે. હું પણ તેમને કહું છું કે દેશ માટે સારા કામો કરો. આ દરમિયાન તેઓ ભાવુક થયા હતાં.

સોમાભાઈ પોતાના ઘરે નરેન્દ્રભાઈને જાેતા જ ભાવુક થયા હતાં. મોદીએ ત્યાં થોડોક સમય પણ પસાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તેમના માતા હિરાબાએ રાયસણ ખાતે મતદાન કર્યું હતું. તેઓ દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. આજે તેઓ વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતાં. તેમની સાથે તેમના પરિવારના લોકો પણ જાેવા મળ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.