Western Times News

Gujarati News

મલાઈકા નહોતી છૈયા છૈયા ગીત માટે પહેલી પસંદ

મુંબઈ, મણિરત્નમે બોલિવુડને એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. જેમાં દિલ સે, ‘રોઝા’, ‘ગુરુ’ અને ‘પોન્નિયન સેલ્વન’નો સમાવેશ થાય છે. ‘દિલ સે’ ફિલ્મનું ગીત ‘છૈયા છૈયા’ આજે પણ એટલું જ લોકપ્રિય છે. ગીતની કોરિયોગ્રાફર ફરાહ ખાને હાલમાં જ આ ગીત સાથે જાેડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે.

ફરાહ ખાને જણાવ્યું કે, ૧૯૯૮માં આવેલી આ ફિલ્મના ગીત માટે મલાઈકા અરોરા તેની પહેલી પસંદ નહોતી. ફરાહ અલી ખાન ટૂંક સમયમાં જ મલાઈકા અરોરાના શો ‘મૂવિંગ ઈન વિધ મલાઈકા’માં ગેસ્ટ તરીકે જાેવા મળવાની છે. શોમાં તે નેવુંના દશકાના ગીતો અંગે કેટલાય રહસ્યો છતાં કરશે. રિપોર્ટ્‌સ પ્રામણે, ફરાહ ખાને ખુલાસો કર્યો છે કે, ‘છૈયા છૈયા’ ગીત માટે તેમની પહેલી પસંદ શિલ્પા શેટ્ટી હતી.

પરંતુ શિલ્પા શેટ્ટીને ટ્રેન પર ચડતાં બીક લાગતી હતી. જે બાદ શિલ્પા શિરોડકર અને અન્ય ૨-૩ અભિનેત્રીઓને ગીતની ઓફર આપી હતી. પરંતુ કોઈએ ટ્રેન પર ચડીને ડાન્સ કરવાની તૈયારી ના દર્શાવી.

ફરાહ ખાને જણાવ્યું કે, જ્યારે તે આ ગીત માટે હીરોઈન શોધી રહી હતી ત્યારે તેના મેકઅપમેને યાદ અપાવ્યું કે, મલાઈકા ખૂબ સારો ડાન્સ કરે છે. મલાઈકાને ગીતની ઓફર આપવામાં આવી પરંતુ તે ટ્રેન પર ચડી ત્યારે ફરાહ ખાન ડરી ગઈ હતી. તેને થતું હતું કે, તે સરખી રીતે સ્ટેપ્સ કરી શકશે કે નહીં. જાેકે, મલાઈકાએ જે રીતે શોટ પૂરો કર્યો તેની ચર્ચા આજે પણ થાય છે.

મલાઈકા અરોરાનો નવો શો ૫ ડિસેમ્બરથી ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થયો છે. ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા’માં તે ખુલીને સામે આવશે. ફેન્સથી લઈને હેટર્સ બધા જ સામે મલાઈકા પોતાની જિંદગીના વિવિધ પાસા મૂકવા માગે છે. આ શોમાં ફરાહ ખાન, કરીના કપૂર વગેરે જેવા તેના મિત્રો મહેમાન બનીને આવશે. જાેકે, આ અંગેની કોઈ ઓફિશિયલ જાણકારી હજી સુધી સામે નથી આવી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.