Western Times News

Gujarati News

૪૦ લોકો સાથે GF બૂબાના ઘરે માંગુ લઈને ગયો હતો MC Stan

મુંબઈ, Bigg Boss- ૧૬ના લેટેસ્ટ એપિસોડમાં ટીના દત્તા અને શાલિન ભનોટની ખૂબ રકઝક જાેવા મળી. મોટાભાગનો એપિસોડ આ બન્નેના ડ્રામામાં જ પસાર થઈ ગયો. ટીના દત્તા એલિમિનેટ થઈ ગઈ હતી અને પછી એક દિવસ પછી તે ઘરમાં પાછી આવી છે.

આ દરમિયાન બિગ બોસે તેને ઘરના ફૂટેજ બતાવ્યા હતા. હવે આ સમય દરમિયાન શાલિને ઘરના અમુક સભ્યો આગળ ટીનાને લગતી નકારાત્મક વાત કરી હતી, જે સાંભળ્યા પછી ટીનાનો ગુસ્સો સાતમા આસમાને છે.

શાલિને ૨૫ લાખ રુપિયા ગુમાવીને એક તો ટીનાને ઘરમાં બોલાવી, અન્ય સભ્યો સાથે દુશ્મની વહોરી અને ઉપરથી ટીનાનું આ સ્વરુપ જાેવા મળ્યું. આ બધા વચ્ચે એમસી સ્ટેનની એક વાતે ધ્યાન ખેંચ્યુ હતું. સ્ઝ્ર સ્ટેન બિગ બોસના ઘરનો એક એવો કન્ટેસ્ટન્ટ છે જે ઘરમાં પોતાની જ દુનિયામાં મસ્ત રહેતો હોય છે. ઘરના મોટા ભાગના મુદ્દાઓ અને વિવાદો સાથે તેને કંઈ લેવાદેવા નથી હોતી.

તે ઘરના મોટાભાગના સભ્યો સાથે કોઈ પ્રકારની મગજમારી પણ નથી કરતો. ગત સપ્તાહમાં તો એમસી સ્ટેન હાથ ધોઈને ઘર જવાની જીદ લઈને બેસી ગયો હતો. આખો દિવસ તે મારે ઘરે જવું છે, મને કોઈ બહાર નીકાળો, ગમે તે થાય હવે હું અહીં નહીં રહી શકુ વગેરે વાતો કરતો હતો.

પરંતુ વીકેન્ડ કા વારમાં સલમાન ખાને તેને સમજાવ્યો પછી તેનામાં ઉત્સાહ વધ્યો હોય તેમ લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે એમસી સ્ટેન પાછલા ઘણાં એપિસોડથી નોમિનેટ થાય છે પરંતુ તેને એટલા વોટ મળે છે કે તે એલિમિનેટ નથી થતો.

આ જ વાત સલમાન ખાને તેને સમજાવી હતી કે, તારા ફેન્સ તને ઘરમાં જાેવા માંગે છે તો તેણે ઘરમાં સારી રીતે રહેવું જાેઈએ. સલમાન ખાને એક ગિફ્ટ પણ મોકલાવી હતી જે બૂબા દ્વારા મોકલવામાં આવી હતી. બૂબા એમસી સ્ટેનની ગર્લફ્રેન્ડ અને મંગેતર છે.

એમસી સ્ટેન આમ તો ઘણી વાર બૂબાને યાદ કરતો રહે છે, પરંતુ ગઈકાલના એપિસોડમાં તેણે બૂબાને લગતો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો. એમસી સ્ટેને અંકિત ગુપ્તા અને પ્રિયંકા ચહર આગળ પોતાની લવ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો.

પ્રિયંકાએ પૂછ્યું કે, શું બૂબાના માતા-પિતા આ રિલેશનશિપ વિશે જાણે છે? તો સ્ટેન પોતાના અંદાજમાં જણાવે છે કે, તે પોતે માંગુ લઈને બૂબાના ઘરે પહોંચી ગયો હતો. આટલુ જ નહીં, ૪૦ લોકો તેની સાથે ગયા હતા. સ્ટેને જણાવ્યું કે, હું તેના ઘરે ગયો ત્યારે મારી સાથે ૪૦-૫૦ લોકો આવ્યા હતા.

આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. નીચે પણ ઘણાં લોકો ઉભા હતા. પોલીસે પણ ગાડી રોકીને પૂછ્યું કે અહીં શું થઈ રહ્યું છે. લોકો સેલ્ફી લેવા આવવા લાગ્યા, ફોટો ક્લિક કરતા હતા. મેં બૂબાના માતા-પિતાને કહ્યું કે, પ્રેમથી માની જાઓ નહીં તો હું તેને ભગાવીને લઈ જઈશ. સ્થિતિ આમ તો ઘણી વણસી ગઈ હતી, પણ હવે બધું ઠીક છે. મારી મમ્મીને પણ બૂબા ખૂબ પસંદ આવી, તે ઘણી સારી વાત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.