Western Times News

Gujarati News

ગોધરામાં આવેલ નવરચના સ્કૂલની દીકરી અફીફા ખાલીદ દડી રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી

(પ્રતિનિધિ)ગોધરા, એ.એમ.પી આયોજીત ઓનલાઈન ટેલેન્ટ સર્ચ પરીક્ષાનું આયોજન સમગ્ર ભારતના વિવિધ રાજ્યોના બાળકો માટે કરવામાં આવ્યું હતું.
ભારતના હજારો બાળકોએ ઓનલાઈન ટેલેન્ટ સર્ચ પરીક્ષામાં ભાગ લઈ પોતાની સુષુપ્ત શક્તિઓ જેમાં નવરચના પ્રાથમિક શાળા ગોધરાના ૪૦ બાળકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

ઓનલાઈન પરીક્ષામાં શિક્ષણ, લોજિક અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના ઉત્તર ૯૦ મિનિટમાં આપવાના હોય છે.આ ઓનલાઈન પરીક્ષામાં ૨૦% રેન્કર નેશનલ લેવલ મેરિટમાં શાળાની ધોરણ -૦૮ ની વિદ્યાર્થીની અફીફા ખાલીદ દડી સફળ થઈ નવરચના શાળા, ગોધરા, પંચમહાલ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. એ.એમ.પી. દિકરીને ઈનામ અને સન્માન માટે સ્કૉલરશિપ આપી સન્માનિત કરશે.

શાળાનું નામ રોશન કરનાર અફીફા દડીને સંસ્થાના પ્રમુખ ડો સરવર જે વલી, સેક્રેટરી મકબૂલ હુસેન વકીલ, ખજાનચી અબ્બાસી વી વલી, વહીવટદાર કે શ્રીવાસ્તવ, આચાર્ય ફિરોઝખાન પઠાણ, આચાર્યા મેહજબીન કાઝી, સુપરવાઈઝર મો.જુનેદ મનસૂરી અને શાળા પરિવારએ અભિનંદન પાઠવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.