Western Times News

Gujarati News

કુંડલી ભાગ્ય ફેમ ધીરજે બતાવ્યો દીકરાનો ચહેરો

મુંબઈ, ટીવી અભિનેતા ધીરજ ધૂપર અને પત્ની વિન્ની અરોરા ૧૦ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ એક દીકરાના માતા-પિતા બન્યા હતા. તેમણે પોતાના દીકરાનું નામ ઝૈન રાખ્યું છે. અત્યારે સુધી તેમણે ફેન્સને દીકરાનો ચહેરો બતાવ્યો નહોતો. પરંતુ નાતાલના અવસર પર તેમણે દીકરાનો ફોટો ફેન્સ સાથે શેર કર્યો છે.

તેમણે ક્રિસમસના અવસર પર દીકરાને સાન્તાક્લોઝના આઉટફિટ્‌સમાં તૈયાર કર્યો હતો. ઝૈનનો ફર્સ્ટ લુક જાેઈને ફેન્સ અને મિત્રો ખુશ થઈ ગયા છે. તેઓ ઝૈન પર પ્રેમ વરસાવી રહ્યા છે. ધીરજ અને વિન્નીએ રવિવારના રોજ ઈન્સ્ટાગ્રામ પર ક્રિસમસની તસવીરો શેર કરી છે.

એક તસવીરમાં જાેઈ શકાય છે કે સાન્તાક્લોઝના આઉટફિટ્‌સમાં સજ્જ થઈને ઝૈન સુઈ રહ્યો છે. તેની ક્યુટનેસ પર તમે પણ ઓવારી જશો. તેને સફેદ રંગની બેડશીટ અને લાલ રંગના તકિયાના ટેકાથી બેસાડવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડમાં ક્રિસમસ ટ્રી પણ જણાઈ રહ્યું છે.

ઝૈન પણ જાણે ફોટો માટે પોઝ આપી રહ્યો છે. તેની સ્માઈલ પણ ખૂબ જ સુંદર છે. આ તસીવર પર કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી અંજુમ ફકીહે પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે, અમારા તમામ લોકો માટે આ ક્રિસમસની બેસ્ટ સરપ્રાઈઝ છે. ફેન્સ પણ ઝૈન પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેને આશિર્વાદ આપી રહ્યા છે.

ઝૈનના ડિમ્પલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વિન્નીએ અન્ય એક તસવીર પણ શેર કરી છે જેમાં તે પતિ ધીરજ ધૂપર, દીકરા ઝૈન અને પેટ ડોગ સાથે બેઠી છે.

આ તસવીર પણ અત્યંત સુંદર છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિન્નીએ ઉડાન, યે હૈ આશિકી, શુભ વિવાહ, કુછ ઈસ તરાહ, આઠવા વચન વગેરે જેવી સીરિયલોમાં કામ કર્યું છે. ધીરજ ધૂપરે કુંડલી ભાગ્ય, સસુરાલ સિમર કા, સુહાગી સિંદૂર વગેરે સીરિયલોમાં કામ કર્યું છે.

તાજેતરમાં તે ઝલક દિખલા જાની ૧૦મી સિઝનમાં જાેવા મળ્યો હતો અને વર્તમાનમાં તે સુરભી ચંદના સાથે શેરદિલ શેરગિલ નામની સીરિયલમાં જાેવા મળી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.