ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બેંક મેનેજરોની મીટીંગ બોલાવાઈ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તા.૨૬- ૧૧- ૨૨ ની રાત્રે વહેલી સવારે ઈડર શહેરમાં એક જગ્યાએ તથા વડાલી તાલુકાના વડાલી શહેર અને ડોભાડા ખાતે એમ ત્રણ જગ્યાએ એટીએમ ને નુકસાન કરી અંદરથી ગેસ કટર વડે એટીએમ કાપી અંદરથી ૨૦ લાખ રૂપિયા જેવી ચોરી કરી લઇ જતા ખેડબ્રહ્મા પો.સ.ઈ. શ્રી જે આર દેસાઈ સાહેબે તા. ૨૬- ૧૨- ૨૨ ના રોજ ખેડબ્રહ્મા ની બેન્કોના મેનેજર સાથે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં મીટીંગ કરી હતી અને ઇડરમાં તથા વડાલીમા બન્યા તેવા બનાવ ન બને તે માટે સતર્કતા દાખવવા તથા સીસીટીવી કેમેરા ચાલુ રાખવા, ચોકીદાર મૂકવા જેવી બાબતો અંગે મીટીંગ યોજી હતી.