Western Times News

Gujarati News

પાલનપુર-આબુ હાઇવે પર બેકાબૂ બનેલી બસ પલટી ખાઈ જતા અકસ્માત

બનાસકાંઠા ,  પાલનપુર- અમીરગઢ વચ્ચે પરમ બ્રિજ પાસે એક બસ પલટી ખાઈ ગઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને નાની- મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે ન્શ્‌ વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિકને નિયંત્રણ કર્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે.

ત્યારે આજે પાલનપુર આબુ નેશનલ હાઈવે પર બાલારામ બ્રિજ નજીક એક બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. બસ ચાલકે સ્ટેરિંગપરથી કાબુ ગુમાવતા બસ બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી. જાેકે, કોઈ જાનહાની થઈ ન હતી. પરંતું બસમાં સવાર કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતા એલ એન્ડ ટી વિભાગ અને પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થયો હતો, જેથી પોલીસે ટ્રાફિકને નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પોલીસ દ્વારા એક તરફનો રોડ બંધ કરી બે ક્રેનની મદદથી બસને સાઈડમાં કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.