Western Times News

Gujarati News

દીપિકાના પતિ શોએબે ખરીદી બ્રાન્ડ ન્યુ BMW કાર

મુંબઈ, સસુરાલ સિમર કા ફેમ શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કર પાછલા થોડા સમયથી સમાચારોમાં છવાયેલા છે. પાછલા ઘણાં સમયથી એવી અટકળો ચાલી રહી છે કે દીપિકા કક્કર ગર્ભવતી છે અને ઈબ્રાહિમ પરિવારમાં ટૂંક સમયમાં પારણું બંધાવવાનુ છે.

દીપિકા કક્કરના આઉટફિટ્‌સ અને તેમના વ્લોગમાં કહેવામાં આવેલી અમુક વાતો પરથી ફેન્સને લાગી રહ્યું છે કે તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જાે કે કપલનું કહેવુ છે કે, આવી કોઈ વાત નથી અને જાે કોઈ ગુડન્યુઝ હશે તો તે ફેન્સને ચોક્કસપણે જણાવશે. નવા વર્ષના અવસર પર ઈબ્રાહિમ પરિવારમાં ચોક્કસપણે એક અન્ય ખુશીના સમાચાર સામે આવ્યા છે. શોએબ ઈબ્રાહિમે બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે.

તેણે આ કાર ખાસકરીને પત્ની દીપિકા કક્કર માટે ખરીદી છે. ઉલ્લેખનીય છે કે દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમના વ્લોગ ઘણાં લોકપ્રિય છે. મોટી સંખ્યામાં લોકો તે જાેતા હોય છે. શોએબ અને દીપિકા પોતાના રોજીંદા જીવનને લગતી વાતો વ્લોગમાં શેર કરતા હોય છે. આ સિવાય તે ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ રહે છે. તાજેતરમાં શોએબ ઈબ્રાહિમે નવી પોસ્ટ શેર કરી છે, તેમાં તે દીપિકા સાથે ઉભો છે.

પરંતુ ખાસ વાત એ છે કે સાથે એક નવી નક્કોર કાર પણ છે. શોએબ ઈબ્રાહિમે સાથે એક કેપ્શન પણ લખ્યું છે કે, ૨૦૨૨ ખરેખર એક ઘણું સારું વર્ષ હતુ. અને આજે અમે એક નવા સભ્યની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી બ્રાન્ડ ન્યુ મ્સ્ઉ ઠ૭ કારને ઘરે લઈ જઈ રહ્યા છીએ.

અમે ખુબ આભારી છીએ અને ખુશ પણ છીએ. આ ખાસ તારા માટે છે દીપિકા કક્કર. દીપિકાએ પણ કારની તસવીરો શેર કરી છે. આ વર્ષની શરુઆતમાં જ કપલે પોતાની જૂની કાર વેચીને નવી મર્સિડિઝ બેન્ઝ કાર ખરીદી હતી. અને હવે આ કાર ખરીદી છે.

આ વર્ષે શોએબ ઈબ્રાહિમની ટીવી સીરિયલ અજૂની શરુ થઈ છે, જેના અત્યાર સુધી ૧૨૫ એપિસોડ થઈ ગયા છે. દીપિકા કક્કર ટીવીની દુનિયાથી દૂર છે પરંતુ વ્લોગ સમયસર શેર કરતી રહે છે.SS!MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.