ભારતના આ બે શહેરના એરપોર્ટને વિશ્વના ૧૦ બેસ્ટ પરફોર્મીગ એરપોર્ટમાં સ્થાન
નવીદિલ્હી, પડકારજનક ઓપરેશનલ માહોલ છતાં વિશ્વમાં ર૦રરના વર્ષમાં ર૦ર૧ની સરખામણીમાં ઓપરેટેડ ફલાઈટસની સંખ્યામાં ર૬ ટકા વધારો નોધાયો હોવાનું એવીઅશેન એનાલીટીકસ ફર્મી સીરીયમે જણાવ્યું છે. બેગેલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ
અને દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના ટોપ ૧૦ ઓન-ટાઈમ એરપોર્ટમાં સ્થાન મેળવ્યું છે. ર૦ર૧માં આ બંને એરપોર્ટ ટોપ ૧૦ માં નહોતા સીરીયમ તેના ઓન ટાઈમ પરફોર્મન્સ રીવ્યુ ર૦રરમાં જણાવે છે. કે ઓનટાઈ એરાઈવલ અને ડીપાર્ચરની
બાબતમાં બેગુલરુ એરપોર્ટ ર૦રરમાં વિશ્વનું સેકન્ડ બેસ્ટ એરપોર્ટ જયારે જાપાનનું હનેડા એરપોર્ટ બેસ્ટ પરફોમીગ એરપોર્ટ રહયંુ.દિલ્હીનું ઈન્દીરા ગાંધી એરપોર્ટ ગ્લોબલ ઓન ટાઈમ રેન્કીગસમા સાતમા ક્રમે અને મુંબઈનું છત્રપતી શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ૧૧ મા ક્રમે છે.
એરપોર્ટસ કાઉન્સીલ ઈન્ટરનેશનલ એસીઆઈ વર્લ્ડના ડાયરેકટર જનરલ લુઈસ ફેલપીદ ઓલીવેઈરાએ જણાવ્યું કે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ર૦ર૧માં ટોપ ર૦માં પણ નહોતું અને આ વખતે બીજા ક્રમે પહોચ્યું છે. એ તેની મહત્વપૂર્ણ સિદ્ધી ગણાય ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સાતમા ક્રમે છે.
લાર્જ એરપોર્ટસ ના બીજા એઅક અલગ ગ્લોબલ રેન્કીગમાસ હૈદરાબાદનું રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, બેગુલરુનું કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નઈ એરપોર્ટ અને કોલકત્તાનું નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ અનુક્રમે ૧૧માં ૧પમાં, ૧૬માં અઅને ૧૮માં ક્મે રહયા.