Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે હાથીપગા રોગનું સર્વે કરવામાં આવ્યું

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા અને જીલ્લા મલેરિયા અધિકારી ડો.પી.એલ. અસારી ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો કે.એમ. ડાભી સાહેબની હાજરીમાં ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે હથીપગા રોગના પરીક્ષણ માટે તારીખ ૨/૨/૨૩ થી તારીખ ૩/૨/૨૩ સુધી સર્વે કામગીરી કરવામાં આવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલોલના મેડિકલ ઓફિસર ડો. હિતેશ વડેરા એ હથીપગા રોગ વિશે ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રા.આ. કેન્દ્રઃ કલોલ ના તમામ સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી.

આ સમગ્ર પ્રોગ્રામ નુ સફળ સંચાલન પી. એચ.સી. કલોલ ના સુપરવાઈઝર ચંપકલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.