Western Times News

Gujarati News

બીમારીમાંથી સાજી થયેલી Samantha પ્રભુના દર્શને પહોંચી

ચેન્નાઇ, સાઉથની હોટ સ્ટાર સામંથા રુથ પ્રભુ તમિલનાડુના પલાની મુરુગન મંદિરના ૬૦૦ પગથિયા ચડીને દર્શને ગઇ હતી. એટલું જ નહીં તેણે દરેકે દરેક પગથિયે કપૂરનાં દીવા પણ મૂક્યા હતા. સામંથા કેટલાય મહિનાઓ સુધી માયોસાઈટિસ નામની રેર બીમારીથી પીડાતી હોવાના કારણે જાહેર જીવનથી દૂર રહી હતી. તેનાં કેટલાંય શૂટિંગ કેન્સલ થયાં હતાં. જાેકે, હવે તે સ્વસ્થ બની ગઈ છે.Samantha had been suffering from a rare disease called myositis for several months

તેની આગામી ફિલ્મ ‘શાકુંતલમ’ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના સોંગ્સ રિલીઝ થઈ ચૂક્યાં છે. બીમારીમાંથી સાજી થતાં તથા આગામી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા તે મંદિરે ગણ હતી. તેનું આસ્થાળુ સ્વરુપ જાેઈ ચાહકોએ અચંબો અનુભવ્યો હતો અને તેની શ્રદ્ધા માટે તેની પ્રશંસા કરી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.